ગુજરાત

gujarat

ETV Bharat / state

AMC કચેરીમાં અધિકારીને મળવું મુશ્કેલ! આ 11 સ્ટેપ ફોલો કર્યા પછી પણ અધિકારી હા પાડે તો જ મળી શકશો - AMC VISITOR PASS

જો કોઈ સામાન્ય વ્યક્તિને જે તે અધિકારી કે કમિટીના ચેરમેન અથવા તો અન્ય કોઈ વ્યક્તિને મળવા માટે પહેલા પાસ લેવું પડશે.

AMC કચેરીની તસવીર
AMC કચેરીની તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2024, 7:07 PM IST

અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જો કોઈ સામાન્ય વ્યક્તિને કોઈ કામથી કોઈ અધિકારીને કે પછી જે તે કમિટીના ચેરમેન વ્યક્તિને મળવાનું હોય તો તેના માટે અલગથી વીઝીટીંગ પાસની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આવો જાણીએ કે આ પાસ મેળવવા માટે કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે?

જો કોઈ સામાન્ય વ્યક્તિને જે તે અધિકારી કે કમિટીના ચેરમેન અથવા તો અન્ય કોઈ વ્યક્તિને કોર્પોરેશનમાં મળવા માટે જવું હોય તો તેમના માટે વિઝીટર પાસની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

વિઝીટર પાસ મેળવવા માટે સામાન્ય વ્યક્તિએ નીચે પ્રમાણેના તબક્કાઓમાંથી પસાર થવું પડે છે.

ક્યાં- ક્યાં ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે?

વિઝિટીંગ પાસ મેળવવા માટે વ્યક્તિ પાસે પોતાનું સરકાર માન્ય ID પ્રૂફ હોવું જરૂરી છે.

  1. સૌપ્રથમ કોર્પોરેશન બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ હેલ્થ ડેસ્ક પર જવાનું રહેશે.
  2. ત્યારબાદ ત્યાં જઈને કોને મળવું છે? કયા કારણથી મળવું છે? સહિતની માહિતી આપવી પડે છે.
  3. પોતાનું સરકાર માન્ય ID કાર્ડ ત્યાં હેલ્પ ડેસ્ક પર બેઠેલા જે તે વ્યક્તિને આપવાનું રહેશે.
  4. ત્યારબાદ ડિજિટલ તેમનો એક ફોટો ત્યાંથી પાડવામાં આવે છે અને તેમનો વિઝિટીંગ પાસ બનાવવામાં આવે છે.
  5. હવે આ વિઝિટીંગ પાસ લઈને તે કોર્પોરેશનની બિલ્ડીંગની અંદર જઈ શકે છે.
  6. વિઝિટીંગ પાસમાં જણાવાયેલ ખાતા કચેરીમાં જ આ પાસ માન્ય ગણવામાં આવે છે.
  7. જે તે અધિકારીની ઓફિસ સુધી જઈ ત્યાં બહાર બેસેલા કર્મચારીને તે પાસ બતાવવાનો રહે છે.
  8. તે કર્મચારી દ્વારા અંદર જે તે અધિકારીને પૂછવામાં આવે છે કે આ વ્યક્તિ તમને મળવા માંગે છે, જો તે પરવાનગી આપે તો જ વિઝિટીંગ પાસ હોવા છતાં તે વ્યક્તિ તે અધિકારીને મળી શકે છે.
  9. જો અધિકારી પરવાનગી ના આપે તો વિઝિટીંગ પાસ હોવા છતાં પણ સામાન્ય વ્યક્તિ તે અધિકારીને મળી શકતો નથી.
  10. આ વિઝિટીંગ પાસ જે તે દિવસે સાંજે 6:00 વાગ્યા સુધી જ માન્ય ગણવામાં આવે છે.
  11. બીજા દિવસે કે ફરી કોઈ વખત આવવા માટે ફરીથી આ સમગ્ર પ્રક્રિયામાંથી જે તે વ્યક્તિએ નીકળવાનું રહે છે.

વિઝિટીંગ પાસમાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ

વિઝિટીંગ પાસમાં પ્રથમ તો પાસ નંબર, ત્યારબાદ જે તે વ્યક્તિનું નામ મળવાની તારીખ, સમય, મોબાઈલ નંબર, આઇડી કાર્ડ નંબર, કોને મળવું છે? તેની વિગત જે તે વ્યક્તિના હેલ્પ ડેસ્ક પર પાડેલા ફોટો સહિતની વિગતો આ વિઝિટીંગ પાસમાં જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details