ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

ETV Bharat / state

અમદાવાદમાં હવે AMCના ગાર્ડનમાં જવા માટે ચૂકવવા પડશે પૈસા, જાણો ક્યા છે આ ગાર્ડન અને ટિકિટ ? - Ahmedabad AMC Garden Entry Ticket

ગતરોજ 23 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી AMC ની રિક્રીએશન એન્ડ હેરિટેજ કમિટીમાં એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર AMC ના 2 ગાર્ડનમાં હવે લોકોને પ્રવેશ મેળવવા માટે પૈસા ચૂકવવા પડશે. જાણો. Ahmedabad AMC Garden Entry Ticket

મોન્ટેકાર્લો અને ગોટીલા ગાર્ડનમાં પ્રવેશ માટે હવે ચાર્જ આપવા પડશે
મોન્ટેકાર્લો અને ગોટીલા ગાર્ડનમાં પ્રવેશ માટે હવે ચાર્જ આપવા પડશે (Etv Bharat Gujarat)

અમદાવાદ: ગતમહિને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા હતા. ગૃહ મંત્રીની ગુજરાત મુલાકાત દરમિયાન તેમના દ્વારા સિંધુભવન પાસે એક ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગાર્ડન વિશેની મહત્વપૂર્ણ માહિતી AMC દ્વારા આપવામાં આવી છે.

જે અંતર્ગત નવું લોકાર્પણ કરેલ ગાર્ડન તેમજ અન્ય એક ગાર્ડન એમ કુલ બે ગાર્ડન માટે ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે અહીં આ ગાર્ડનમાં પ્રવેશ મેળવવા માટે AMC દ્વારા ફી વસુલ કરવામાં આવશે.

સવારે 10 થી રાત સુધી વ્યક્તિ દીઠ 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે (Etv Bharat Gujarat)

સિંધુભવન ખાતે આવેલ મોન્ટેકાર્લો અને ગોટીલા ગાર્ડનમાં પ્રવેશ માટે હવે ચાર્જ વસૂલવામાં આવશે.

સવારે 10 થી રાત સુધી વ્યક્તિ દીઠ 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે (Etv Bharat Gujarat)

કેટલો ચાર્જ વસૂલવામાં આવશે ?રિક્રીએશન એન્ડ હેરિટેજ કમિટી, AMC ના ચેરમેન જયેશ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગાર્ડનમાં મુલાકાતીઓ માટે 10 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

મોન્ટેકાર્લો અને ગોટીલા ગાર્ડનમાં પ્રવેશ માટે હવે ચાર્જ આપવા પડશે (Etv Bharat Gujarat)

ત્યારે અગત્યની વાત એ છે કે, સવારે 6 થી 10 સુધી એન્ટ્રી ફી વસૂલવામાં આવશે નહિ. સવારે 10 થી રાત સુધી વ્યક્તિ દીઠ 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. ઉપરાંત વ્યક્તિ વાર્ષિક પાસ પણ કાઢવી શકે છે જે અંતર્ગત પાસ અરજદાર વ્યક્તિને વાર્ષિક પાસ પર 1 માસનું કેન્સલેશન આપવામાં આવશે.

આ પણ વાંચો:

  1. મૃત્યુ બાદ પણ સગવડ નહીં: ધોરાજીના સ્મશાનમાં જાળવણીનો આભાવ, પરિવારજનોને પડી રહી છે તકલીફો - crematorium in Bad condition
  2. ભૂખ્યા અને જરૂરિયાતમંદોને ભોજનની સેવા: છેલ્લા 15 વર્ષથી રાધે શ્યામજી રામરોટી સેવાનો અવિરત ભોજન યજ્ઞ - JUNAGADH RAM ROTI SEVA YAGNA
Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details