જૂનાગઢ : આજે સમગ્ર વિશ્વમાં ગાંધી નિર્વાણ દિવસની ઉજવણી થઈ રહી છે. 30 જાન્યુઆરી 1948 ના દિવસે મહાત્મા ગાંધીનું અવસાન થયું હતું. ત્યારબાદ મહાત્મા ગાંધીજીની ઈચ્છા અનુસાર તેમની અસ્થિઓનું વિસર્જન દામોદર કુંડ ખાતે કરવામાં આવ્યું હતું. આ અંતિમ ઈચ્છા અનુસાર જે તે સમયે શામળદાસ ગાંધી અને રતુભાઈ અદાણીની હાજરીમાં પવિત્ર દામોદર કુંડ ખાતે નાનાલાલ પુરોહિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચારની સાથે મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન પવિત્ર દામોદર કુંડમાં કરવામાં આવ્યું હતું.
Mahatma Gandhi : મહાત્મા ગાંધીના દેહ અવસાન બાદ તેમના અસ્થિઓને કરાયા હતા દામોદર કુંડમાં વિસર્જિત
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો નિર્વાણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 30 જાન્યુઆરી 1948 ના દિવસે ગાંધીજીનું દેહ અવસાન થયા બાદ તેમની ઈચ્છા અનુસાર ભારત વર્ષમાં એકમાત્ર ગંગા નદી અને દામોદર કુંડમાં તેમના અસ્થિઓનું વિસર્જન થાય તેવી તેમની ઈચ્છા અનુસાર રતુભાઈ અદાણી અને તેમના પપોત્ર શામળદાસ ગાંધી દ્વારા જુનાગઢના પવિત્ર દામોદર કુંડમાં મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન કરાયું હતું.
Published : Jan 30, 2024, 12:16 PM IST
દામોદર કુંડનો ઇતિહાસ :સનાતન ધર્મમાં દામોદર કુંડનું ખૂબ જ ધાર્મિક મહત્વ આજે પણ જોવા મળે છે. અતિ પૌરાણિક એવા આ પવિત્ર તીર્થ ક્ષેત્રમાં કોઈપણ વ્યક્તિના 16માં અને અંતિમ સંસ્કાર તરીકે અહીં મોક્ષ માટેની વિધિઓ કરવામાં આવતી હોય છે. સનાતન ધર્મની ધાર્મિક પરંપરા અનુસાર અહીં ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં નરસિંહ મહેતાનું સ્વરૂપ ધારણ કરીને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ અને શાસ્ત્રોત વિધિ સાથે પિંડદાન કર્યું હોવાનું પણ માનવામાં આવે છે. પવિત્ર દામોદર કુંડમાં સમગ્ર સૌરાષ્ટ્રની સાથે દેશ અને વિદેશના અનેક મહાનુભાવોના અંતિમ સંસ્કાર બાદ તેમની પિંડદાન વિધિ પણ અહીં થઈ હોવાના પુરાવાઓ આજે પણ જોવા મળે છે.
દેશ-વિદેશમાં દામોદર કુંડની ખ્યાતિ :સનાતન ધર્મની પરંપરા અને લોકવાયકા મુજબ કોઈપણ વ્યક્તિ ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને પવિત્ર દામોદર કુંડમાં સ્નાન ન કરે તો તેમની ધાર્મિક યાત્રા પુર્ણ મનાતી નથી. સાથે સાથે તેમને ધાર્મિક યાત્રાનું પુરુ ફળ પણ મળતું નથી. આવી પૌરાણિક જગ્યામાં ન માત્ર મહાત્મા ગાંધી પરંતુ સૌરાષ્ટ્રના અનેક રાજા રજવાડાઓ ખ્યાતિ પામેલા લોકોનું પિંડદાન અને અસ્થિ વિસર્જન નું સાક્ષી પણ પાછલા અનેક સૌકાઓથી ગિરનાર તળેટીમાં આવેલો દામોદર કુંડ બની રહ્યો છે.