વલસાડ: નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય કૃષિ મંત્રી રહી ચૂકેલા ઉત્તમ કાકાના સમયથી સ્થાનિક બોલીમાં કહેવાતી કહેવતને તેમને કાર્યક્રમ સ્થળ ઉપર રમુજની જેમ રજૂ કરી હતી અને તેમને આ કહેવત બોલવા પૂર્વે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ઉત્તમ કાકાના સમયથી આ કહેવત ચાલી આવે છે. પરંતુ વાયરલ થયેલા કટ કરેલા વીડિયોમાં આ શબ્દો દર્શાવવામાં આવ્યા નથી.
કોળી પટેલ સમાજ મુદ્દે થયેલ વિવાદ બાદ નાણાંમંત્રીએ આપ્યું નિવેદન (Etv Bharat Gujarat) 12 એપ્રિલના રોજ ઉદવાડા ખાતે આયોજિત થયો હતો કાર્યક્રમ: 12 એપ્રિલના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કોળી પટેલ સમાજમાં લોકો દ્વારા ઉમેદવાર ધવલ પટેલના અભિવાદન કાર્યક્રમનું આયોજન ઉદવાડા ખાતે આવેલી હોટલ શિવદર્શનના હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ કહેવતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રમુજી રીતે તેને રજૂ કરી.
વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે કનુભાઈનું સમર્થન કર્યું: વલસાડમાં કોળી પટેલ સમાજના અગ્રણી અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પણ સમગ્ર વાતને દોહરાવી હતી અને તેમણે પણ કહ્યું કે, નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ રજૂ કરેલી કહેવત એ સ્થાનિક કક્ષાની કહેવત છે અને વર્ષોથી ચાલી આવે છે તેમણે આ કહેવત રજૂ કરતા પહેલા ઉત્તમ કાકાનો ઉલ્લેખ પણ કર્યો હતો. પરંતુ આ વીડિયો કોઈકના દ્વારા કટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.
કનુભાઈ દેસાઈએ કોળી પટેલ સમાજ માટે લાગણી વ્યક્ત કરી: કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આ કાર્યક્રમ ૧૨ એપ્રિલના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં કોળી સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને વર્ષો જૂની આ કહેવત કેન્દ્રીય કૃષિમંત્રી ઉત્તમભાઈ હરજીભાઈ પટેલના સમયથી ચાલતી આવે છે. તેમણે વ્યંગ અને રમુજ ફેલાવવા માટે પોતાની રીતે તેને રજૂ કરી હતી અને એ જ સમયનો કેટલોક ભાગ કટ કરીને સોશિયલ મીડિયામાં વહેતો કરવામાં આવ્યો છે અને તેમ છતાં પણ જો કોળી પટેલ સમાજની લાગણી દુબઈ હોય તેમણે માફી પણ માંગી હતી.
આમ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર કાર્યક્રમનો વિડીયો કટ કરીને ચલાવવામાં આવ્યો છે જે યોગ્ય ન કહી શકાય
- EXCLUSIVE: આ વખતે જનતાનો મૂડ કેવો છે, PM મોદીએ આપ્યો આ જવાબ, મોટી ઉપલબ્ધિઓ ગણાવી - pm modi interview with eenadu
- આ વર્ષે 91 નક્સલવાદીઓનું એન્કાઉન્ટર, 205 નક્સલીઓની ધરપકડ, બસ્તરમાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓની કમર તોડી નાખી - BASTAR NAXAL ENCOUNTER