રાજકોટઃ રાજકોટમાં દિવાળીના તહેવાર પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. યુનિવર્સિટી રોડ પર રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી દિલીપ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી હતી.
રાજકોટમાં ધર્મના ભાઈ સામે બહેનની 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, પોલીસે કરી ધરપકડ - RAJKOT RAPE CASE
7 વર્ષની દીકરીના મોંઢેથી જ્યારે માતાએ તેના સાથે થયેલા દુષ્કર્મની વાત સાંભળતા પગ નીચેથી જમીન સરકી ગઈ... RAJKOT RAPE CASE
Published : Nov 6, 2024, 3:43 PM IST
બનાવ અંગે યુનિવર્સિટી રોડ પર રહેતી મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિલીપ મધુ ચૌહાણ (રહે. રાજકોટ) નામના શખ્સનું નામ આપતા યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણીના પતિનું બે વર્ષ પહેલાં અવસાન થયેલું છે. હાલ તે તેની 7 વર્ષની પુત્રી સાથે રહે છે. તે રાજકોટની એક હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી ચાર વર્ષથી કરે છે. તેમની સાથે આરોપી દિલીપ ચૌહાણ પણ સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હોય જેથી બંને પરિચયમાં આવ્યા હતા અને બાદમાં બંને વચ્ચે ભાઈ-બહેનના સબંધ બંધાતા તેણી તેને ધર્મનો ભાઈ બનાવી રાખડી પણ બાંધતી હતી. બાદમાં તેમના પતિનું અવસાન થયું હતું.
બાદમાં તેણીની સગીર પુત્રી પણ ક્યારેક ક્યારેક હોસ્પિટલે સાથે આવતી હતી. જેથી આરોપી અને તેની પુત્રીની ઓળખાણ થઈ હતી અને મામા-ભાણેજ ઓળખતા થયા હતા. તે દરમિયાન આરોપી એક-બે વખત તેમની ઘરે જમવા પણ આવ્યો હતો. જે બાદ ગઈ તા. 4 ના ફરિયાદી તેમના ઘરે પહોંચી ત્યારે ત્યાં આરોપી દિલીપે તું ઘરે ન હતી ત્યારે ઘરમાં ઘસી આવી ધરારીથી દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત થોડાં દિવસ પહેલાં પણ બળજબરી કરી દુષ્કર્મ કરી કોઈને વાત ન કહેવા ધમકી આપી હતી. પુત્રી સાથે બનેલા બનાવની વાત સાંભળતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પોતે પુત્રી સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી પીઆઈ કે. જે. કરપડા અને ટીમે આરોપી દિલીપ ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.