રાજકોટ:જિલ્લામાંએક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કર્યા બાદ યુવતીને હોટલમાં રોકાવું ભારે પડ્યું છે. યુવતી સાથે શારીરિક સંબંધ બાંધીને ન્યૂડ વિડીયો ઉતારીને 5 લાખ રૂપિયાની ખંડણીની માગણી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે રાજકોટ શહેરના મહિલા પોલીસ દ્વારા ગુનામાં સામેલ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં યુવતી સાથે દુષ્કર્મ મામલે આરોપી અને તેની ગર્લફ્રેન્ડની ધરપકડ - Two accused arrested in rape case
રાજકોટ જિલ્લામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કર્યા બાદ યુવતીને હોટલમાં રોકાવું ભારે પડ્યું છે. યુવતી સાથે શારીરિક સંબંધ બાંધીને ન્યૂડ વિડીયો ઉતારીને 5 લાખ રૂપિયાની ખંડણીની માગણી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. Two accused arrested in rape case
Published : Aug 23, 2024, 9:24 PM IST
લગ્નની લાલચ આપી આરોપીએ દુષ્કર્મ કર્યુ: રાજકોટમાં રહીને અભ્યાસની સાથે પ્રાઇવેટ નોકરી કરનારી યુવતીએ તુષાર વજાણી નામના આરોપી અને તેની ગર્લફ્રેન્ડ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. યુવતી તેમજ આરોપી વચ્ચે મિત્રતા થઈ હતી. જેના કારણે આરોપી દ્વારા તેને લગ્નની લાલચ આપીને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો. તેમજ યુવતીની જાણ બહાર તેનો ન્યુડ વિડિયો પણ ઉતારી લેવામાં આવ્યો હતો.
પીડિતાને ન્યૂડ વિડીયો મોકલી 5 લાખ માંગ્યા: મહિલા આરોપી તે તુષાર વજાણીની ગર્લફ્રેન્ડ થતી હતી. જેના કારણે આરોપીની ગર્લફ્રેન્ડે યુવતીને તેના વોટ્સઅપ પર મેસેજમાં ગાળો આપીને ન્યૂડ વિડીયો મોકલીને 5 લાખ રૂપિયાની માગણી કરી હતી. તેમજ જો 5 લાખ રૂપિયા નહીં આપે તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી તુષાર વજાણી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા હાલ મોબાઈલ ફોન કબજે કરવાની કામગીરી પણ ચાલી રહી છે.