ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતી, જુઓ વીડિઓ... - unseasonal rain in Gujarat - UNSEASONAL RAIN IN GUJARAT

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાયો. અમદાવાદ, ગાંધીનગરથી લઈને રાજ્યભરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને જોતજોતામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. unseasonal rain in Gujarat

રાજ્યમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ
રાજ્યમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 10:10 PM IST

રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતી (Etv Bharat Gujarat)

અમદાવાદ: અમદાવાદના એસ.જી. હાઈવે, ઘાટલોડિયા, નારણપુરા, સાયન્સ સીટી ગોતા એલિસ બ્રિજ સહિત વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણ ધૂંધળુ બન્યું હતું. ભારે પવનને કારણે શહેરમાં વિવિધ જગ્યાએ આવેલ હોર્ડિંગ્સ તૂટી પડ્યા છે. તો બીજી તરફ અમદાવાદ નજીક આવેલા રાણપુર અને બરવાળા રોડ વીજપોલ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. જ્યારે મદનીનગર વિસ્તારમાં 4 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતાં.

અમદાવાદમાં મીની વાવાઝોડું ત્રાટક્યુ હોય તેવી સ્થિતિ (Etv Bharat Gujarat)
ગાંધીનગરમાં કમોસમી વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જ્યો (Etv Bharat Gujarat)

ગાંધીનગર:રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા. ભરઉનાળે આજે બપોર બાદ જોરદાર પવન ફૂંકાયો છે, જેના કારણે રસ્તાઓ પર ધૂળ-પાંદડાની ચાદર છવાઈ છે. ધૂળની ડમરીના કારણે વાહનચાલકોને ખૂબ જ તકલીફ પડી હતી અને જોતજોતામાં જોરદાર પવન બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ગાંધીનગરના કલોલ, માણસા અને દહેગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક વરસાદ તો ક્યાંક ભારે પવન સાથે કરા પડ્યા હતાં.

તાપી: તાપી જિલ્લામાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો, જિલ્લાના લખાલી ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં ચક્રવાતી પવન ફૂંકાયો, સાથે જ કરા સાથે વરસાદ પડ્યો હતો, તાપીના વાલોડ,વ્યારા અને સોનગઢ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી.

નવસારી અને ડાંગ પંથકમાં કરા સાથે વરસાદ (Etv Bharat Gujarat)

નવસારી: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાતાવરણમાં પણ ધૂળની ડમરીઓ સાથે મીની વાવાઝોડું ત્રાટક્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. વાંસદા ટાઉન સહિત આસપાસના વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબર્યો હતો. ભારે પવન અને કરા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ (Etv Bharat Gujarat)

વલસાડ: સોમવારની વહેલી સવારે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ત્યારબાદ મહારાષ્ટ્ર બોર્ડર અને ગુજરાતમાં આવેલા સુથારપાડા નજીકના અનેક ગામોમાં વરસાદ તૂટી પડ્યો હતો. જ્યારે કપરાડા તાલુકાના ગિરનારા ગામે આવેલી વેદાંત આશ્રમ શાળાનો પતરાનો શેડ ચક્રવાતી પવનના કારણે ઉડી ગયો હતો. તેજ પવનના કારણે આસપાસના વિસ્તારમાં આવેલા અનેક વૃક્ષો પણ જમીનદોસ્ત થઈ ગયા હતાં.

દાહોદ:દાહોદ જિલ્લામાં પણ કંઈક આવાજ દ્રશ્યો જોવા મળ્યા, અચાનક વાતાવરણમાં પલટો આવતા ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને આસપાસ ના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો..

ભાવનગર: ભાવનગર જિલ્લામાં રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ ખાબક્યો.. બપોરે સિહોર અને ભાવનગર સહિત બોટાદના ગઢડામાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. અનેક વિસ્તારોમાં મિનિ વાવાઝોડા બાદ ચોમાસાની જેમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ગરમીમાં નાગરિકોને રાહત મળી છે. જ્યારે સિહોર પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને કરા પડતાં ઉનાળુ અને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

  1. ગાંધીનગરમાં વાતાવરણ પલટાયું, ભરઉનાળે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ - Gandhinagar unseasonal rain
  2. "કાલે મેઘા, કાલે મેઘા..." અમદાવાદમાં ઊડી ધૂળની ડમરીઓ, વાદળછાયુ વાતાવરણ અને ભારે પવન ફુંકાયો - Ahmedabad Unseasonal Rain

ABOUT THE AUTHOR

...view details