ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓલપાડમાં જર્જરિત ટાંકી તોડતા સર્જાઈ "મોટી દુર્ઘટના", સદનસીબે કોઈ જાનહાની નહીં - THE DILAPIDATED TANK FELL

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મૂળદ ગામમાં પીવાના પાણીની જર્જરિત ટાંકીને તોડવા જતા દુર્ઘટના સર્જાઈ હતી

ઓલપાડ તાલુકાના મૂળદ ગામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ
ઓલપાડ તાલુકાના મૂળદ ગામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 14, 2025, 10:20 AM IST

સુરત: જિલ્લાના ઓલપાડ તાલુકાના મૂળદ ગામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પીવાના પાણીની જર્જરિત ટાંકીને તોડવાની કામગીરી દરમિયાન ટાંકી મૂળદ સેવા સહકારી મંડળીના મકાન પર પડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ટાંકી પડવાથી મકાન ધરાશાઈ:JCBની મદદથી દોરડા બાંધીને ટાંકીને ખેંચવામાં આવી રહી હતી, તે દરમિયાન ટાંકી વિરુદ્ધ દિશામાં જઈને મંડળીના મકાન પર ધરાશાયી થઈ હતી. સદનસીબે, ઘટના સમયે મંડળીમાં કામ કરતા કર્મચારીઓ બહાર હોવાથી કોઈ જાનહાની થઈ નહોતી. નજીકમાં આવેલી શાળાના બાળકો પણ એક દિવસના પ્રવાસે ગયા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

ઓલપાડ તાલુકાના મૂળદ ગામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ (Etv Bharat Gujarat)

તંત્ર દ્વારા નુકસાનની આકારણી: વજનદાર ટાંકી ધરાશાયી થવાથી સહકારી મંડળીના મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે. આ જર્જરિત ટાંકીને તોડી પાડવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. કોઈ જાનહાની ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ તંત્ર દ્વારા નુકસાનની આકારણી કરવામાં આવી રહી છે.

ઓલપાડ તાલુકાના મૂળદ ગામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ (Etv Bharat Gujarat)
ઓલપાડ તાલુકાના મૂળદ ગામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ (Etv Bharat Gujarat)
ઓલપાડ તાલુકાના મૂળદ ગામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ (Etv Bharat Gujarat)

સહકારી મકાનને નુકશાન:ઓલપાડ તાલુકાના મૂળદ ગ્રામ પંચાયતના સરપંચ વાસુદેવ પટેલ એ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા પીવાના પાણી માટે ટાંકી બનાવવામાં આવી હતી. જોકે, છેલ્લા લાંબા સમયથી આ ટાંકી જર્જરીત થઈ ગઈ હતી. જેને લઇને તંત્ર દ્વારા તોડી પાડવાનું નક્કી કરાયું હતું. ટાંકી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન ટાંકી ગામની સહકારી મંડળીના મકાન પર પડી હતી. જેને લઇને સહકારી મંડળના મકાનને નુકશાન થયું હતું.

આ પણ વાંચો:

  1. ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલા વૃદ્ધને બચાવ્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ
  2. માંગરોળની GIDCમાં ભીષણ આગ : બિસ્કિટ પેકિંગ મટીરિયલ કંપનીમાં થયો "બ્લાસ્ટ"

ABOUT THE AUTHOR

...view details