આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરશે તાપી:જિલ્લાના વ્યારા ખાતે લોકસભાની બારડોલી સીટ માટે આમ આદમી પાર્ટીની સમીક્ષા મિટિંગ યોજાઈ હતી, જેમાં બારડોલી લોકસભા ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, બેઠકમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ કાર્યકર્તાઓને બારડોલી લોકસભાની ચૂંટણીમાં 'આપ'ને ટીકીટ મળશે તેવા સંકેત આપ્યા હતા અને કાર્યકર્તાઓને તૈયારી કરવા જણાવવામાં આવ્યું હતુ.
શનિવારના રોજ બારડોલી લોકસભાની ચર્ચા વિચારણા બેઠકમાં 'આપ'ના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય હોદ્દેદાર, ગુજરાત પ્રદેશના હોદ્દેદાર, તાપી જિલ્લાના હોદેદારો, સુરત જિલ્લાના હોદેદારો તેમજ અલગ અલગ વિંગના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં બારડોલી લોકસભાના તમામ વિધાનસભાના મતગણતરી કરતા બીજા નંબર ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો રહ્યા હતા.
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતુ કે બારડોલી લોકસભાની અમે તમામ સાથી મિત્રો સાથે મીટીંગ લીધી છે. આવનાર દિવસોમાં ઇન્ડિયા ગઠબંધનમાં અમારી બારડોલી લોકસભાની સીટ પણ અમે માંગી છે ત્યારે અહીંયા અમારા જેટલા પણ ઉમેદવારો જે ઈચ્છા વ્યક્ત કરે છે એમની સાથે અમે વન બાય વન ચર્ચા પણ કરવાના છે. સાથે તમામ સંગઠનોના સાથી મિત્રો સાથે તંદુરસ્ત અમારી ચર્ચા થઈ છે. આવનાર દિવસોમાં ઇન્ડિયા ગઠબંધનમાં બારડોલી લોકસભા પરથી અમારા ઉમેદવાર હશે અને અમે પૂરી તાકાતથી લડીશું. ઉમેદવારને લોકસભામાં મોકલીએ એ તરફ અમારી રણનીતિ હશે અને અહીંના સાથી મિત્રો આગેવાનો અને લોકોને પણ એક માને છે કે વિધાનસભામાં જે રીતના 3,47,500 જેટલા મળ્યા છે ત્યારે ચોક્કસ ગઠબંધનમાં આ લોકસભા અમે ભાજપ સામે જીતીએ છે એ વિશ્વાસ છે અને અમે પૂરી મહેનતથી પૂરી રણનીતિથી આ લોકસભામાં અમે ઉતારવાના છે.
મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટી કોંગસ સાથે ગઠબંધનમાં 8 સીટ સાથે મક્કમ ચૂંટણી લડશે પરંતુ ગઠબંધન તૂટશે તો 26 સીટ ઉપર પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવું જાણવા મળે છે. હવે આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર સીટ ઉપર ઉમેદવાર જાહેર કર્યા પછી બારડોલી સીટ નો ઉમેદવાર પણ ટૂંક સમય માં જાહેર કરાશે તેવું આપના હોદ્દેદારોએ જણાવ્યું હતું.
બારડોલી લોસભા બેઠકમાં તાપી જિલ્લાની બે વિધાન સભા બેઠક નો સમાવેશ થાય છે જેમાં વિધાન સભાની ચૂંટણી માં વ્યારા અને નિઝર વિધાન સભામાં આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારો મેદાન માં ઉતાર્યા હતા. જેમાં આઝાદીના સમયથી કોંગ્રેસ પાર્ટી જીતતી આવતી વ્યારા વિધાન સભા બેઠક પર 2022ની વિધાન સભાની ચૂંટણીમાં કોંગ્રેસના પૂનાભાઈ ગામીત કરતા વધુ મત આમ આદમી પાર્ટીના અરવિંદ ચૌધરીને મળ્યા હતા.
- Delhi Assembly: AAP સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો
- AAP MLAs horse trading case: CM કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો