ગુજરાત

gujarat

ETV Bharat / state

'વડોદરા શહેર બન્યું ખાડોદરા', તંત્રની પ્રિ મોન્સુન કામગીરી નિષ્ફળ જતા એક યુવાને નોંધાવ્યો અનોખો વિરોધ - youth unique protest - YOUTH UNIQUE PROTEST

વડોદરાના નવાયાર્ડ રોડ વિસ્તારમાં વરસાદની શરૂઆતમાં જ રોડ ઉપર ભૂવા પડવાની શરુઆત થઇ ગઇ છે. ત્યારે પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી વધુ એક વખત નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે. ત્યારે જાગૃત નાગરિક દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.YOUTH UNIQUE PROTEST

વડોદરા તંત્રની પ્રિ મોન્સુન કામગીરી નિષ્ફળ જતા એક યુવાને  અનોખો વિરોધ નોંધાવ્યો
વડોદરા તંત્રની પ્રિ મોન્સુન કામગીરી નિષ્ફળ જતા એક યુવાને અનોખો વિરોધ નોંધાવ્યો (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 2, 2024, 10:12 AM IST

વડોદરા તંત્રની પ્રિ મોન્સુન કામગીરી નિષ્ફળ જતા એક યુવાને અનોખો વિરોધ નોંધાવ્યો (etv bharat gujarat)

વડોદરા: નવાયાર્ડ રોડ વિસ્તારમાં વરસાદની શરૂઆતમાં જ રોડ ઉપર ભૂવા પડવાની શરુઆત થઇ ગઇ છે. ત્યારે પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી વધુ એક વખત નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા રીમોટ સંચાલિત કાર ઉપર પાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ફોટા ચોંટાડી તેને ખાડામાં નાંખીને અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને તેઓ જણાવે છે કે, વડોદરા શહેરને ખાડોદરા બનાવેલા તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ છે.

યુવાનનો અનોખી રીતે વિરોધ: વડોદરામાં વરસાદની શરૂઆત સાથે જ ઠેર ઠેર ભુવા પડવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં પણ સ્થાનિકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેવામાં આજે જાગૃત નાગરિક દ્વારા અનોખી રીતે વિરોધ દર્શાવીને નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ઘોર નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવા માટેનો પ્રયાસ આ યુવકે કર્યો છે.

તંત્રની પ્રિ મોન્સુન કાર્યવાહી નિષ્ફળ: શહેરના નવા યાર્ડ વિસ્તારમાં રહેતા અને અનોખો વિરોધ કરનાર નાઝીમ ભાઇ જણાવે છે કે, વડોદરા શહેરને સ્માર્ટ સિટીની તર્જ પર ડેવલોપ કરવામાં આવી રહી છે. પણ તેવું કંઇ દેખાઇ નથી રહ્યું. જ્યારે વરસાદ આવે ત્યારે પોલ ખુલી જાય છે. અનેક જગ્યાએ ખાડાઓ પડી જાય છે. આજે મેં પાલિકાના મેયર પિન્કીબેન સોની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીનો ફોટો લગાડેલી ગાડી ખાડામાં પાડી છે. તેમની આંખો ખોલવાનો આ પ્રયાસ છે. કહેવાનો મતલબ કે, ચોમાસા પહેલા અધિકારીઓ પ્રિમોન્સૂન કામગીરી કરી દેવામાં આવી છે, તેમ જણાવે છે, પરંતુ કોઇ કામગીરી થઇ નથી હોતી. તેમના પર કાર્યવાહી થવી જોઇએ. આ લોકોના પૈસા બરબાદ કરી રહ્યા છે. અહિંયાના ચાર કોર્પોરેટર છે, પરંતુ તેમણે કોઇ કામ નથી કરવું. તેઓ માત્ર ટીપી 13 વિસ્તારમાં જ કામ કરી રહ્યા છે. નવા યાર્ડમાં કોઇ કામ કરતું નથી. આ વખતે જનતા જાગૃત થઇ રહી છે.

વિરોધ થતા સ્થાનિક કોર્પોરેટરો દોડયા:આ યુવકે કરેલા અનોખો વિરોધને જોવા લોકોના ટોળા એકઠા થયા હતા. શહેરમાં હાલ ભૂવા રાજ વચ્ચે અનોખા વિરોધે આકર્ષણ જણાવ્યું છે. આ બાબતને લઈ સ્થાનિક કોર્પોરેટર પુષ્પા વાઘેલા પણ દોડી આવ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે, અમે તો નિરીક્ષણ કરીએ જ છીએ પરંતુ લાખો રૂપિયાના પગાર લેતા અધિકારીઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી. જો યોગ્ય કામગીરી કરી હોય તો આવી સામાન્ય સ્થિતિમાં દશા ન થઈ હોત. પાલિકાના પાપે આવા સામાજિક કાર્યકરોને વિરોધ કરવા મોકળું મેદાન મળ્યું છે.

  1. નવસારીમાં મેઘ મહેર યથાવત, ખેરગામ તાલુકામાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ - rain in navsari
  2. ડુમસ બીચને સ્વચ્છ કરવાનો પ્રયાસ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મેયરની આગેવાનીમાં સ્વચ્છતા ડ્રાઈવ - Cleanliness Drive at Dumas Beach

ABOUT THE AUTHOR

...view details