સુરત: 23 વર્ષીય મેહુલ સોલંકી તેના મિત્રો સાથે પુના ગામ વિસ્તાર ખાતે આવેલા ગીતા નગર વિભાગ એક માં રહેતો હતો. મેહુલ મૂળ ભાવનગરનો રહેવાસી હતો. છેલ્લા બે વર્ષથી તે પોતાની જ સોસાયટી નજીક રહેતી એક યુવતીને પ્રેમ કરતો હતો. મેહુલ જે યુવતીને પ્રેમ કરતો હતો તે છેલ્લા ચાર દિવસથી પોતાના મામાના ઘરે રહેવા માટે ગઈ હતી. યુવતીના મામા પોતાના વતન ગયા હતા જેથી તેમની એકલી દીકરી સાથે રહેવા માટે તે તેમના ઘરે ગઈ હતી.
પ્રેમિકાને મળવા ગયેલા યુવાનની પ્રેમિકાના સગા ભાઈ,કાકા અને પિતરાઈ ભાઈએ કરી હત્યા - Murder of a young man - MURDER OF A YOUNG MAN
પ્રેમિકાને મળવા ગયેલા રત્ન કલાકાર યુવનને પ્રેમિકાના સગા ભાઈ તેના કાકા અને પિતરાઈ ભાઈએ ગળામાં પટ્ટો બંધિત મોતને ઘાટ ઉતાર્યો હતો. આ સમગ્ર મામલે વરાછા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published : Apr 2, 2024, 6:18 PM IST
ગડદાપાટુંનો માર મારતા મોત: જોકે અચાનક જ રવિવારના રોજ યુવતીના સગા ભાઈ, મામાના દીકરા અને કાકા ત્યાં પહોંચી ગયા હતા. તે સમયે યુવતીના મામાની દીકરી એક રૂમમાં હતી જ્યારે યુવતી અને મેહુલ અન્ય બંધ રૂમની અંદર હતા. યુવતી અને મેહુલને બંધ રૂમમાં જોઈ ત્રણેય જણા ઉશ્કેરાઈ ગયા હતા અને મેહુલને માર મારવાનું શરૂ કર્યું હતું. ત્રણે આરોપીઓએ મેહુલના ગળામાં દોરડા વડે પટ્ટો બાંધી તેમજ ગડદાપાટુંનો માર મારી મેહુલને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર ઘટના અંગે જ્યારે મેહુલના મિત્રોને આ અંગે જાણ થઈ ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
ત્રણેય આરોપીની ધરપકડ: આ સમગ્ર મામલે ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે, આ સમગ્ર બનાવ અંગે ફરિયાદી બળવંતની ફરિયાદના આધારે અમે ગુનો નોંધી યુવતીના સગા ભાઈ, કાકા અને તેના પિતરાઈ ભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવતી અને મેહુલ વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. છેલ્લા ચાર દિવસથી યુવતી પોતાના મામાના ઘરે રહેતી હતી. મામાના ઘરે કોઈ ન હોવાના કારણે તેમની દીકરી સાથે રહેતી હતી જ્યાં તેનેે મેહુલ સાથે જોઈ આ ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મેહુલને માર મારતા તેનું મોત નીપજ્યું હતું.