સુરત:જિલ્લાના કામરેજ તાલુકાના ટિંબા ગામે આવેલ પ્રસિદ્ધ ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતી તાપી નદીમાં એક યુવક ડૂબી જવાની ઘટના બની હતી. સુરત શહેરમાં બમરોલી રોડ પર આવેલ પુનિત નગરમાં રહેતો 21 વર્ષીય આર્યન શિવ દયાળ વિશ્વકર્મા જે પોતાના મિત્રો સાથે ગળતેશ્વર મહાદેવ મંદિરે આવ્યો હતો. તે દરમિયાન ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતી તાપી નદીમાં વિડિયો ઉતારી રહ્યો હતો તે દરમિયાન અચાનક પગ લપસી જતાં નદીમાં ખાબક્યો હતો. ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
તાપી નદીના કાંઠે વિડિયો બનાવી રહેલ યુવકનો પગ લપસી જતાં નદીમાં પડી ગયો, શોધખોળ ચાલુ - young man fell into the Tapi river - YOUNG MAN FELL INTO THE TAPI RIVER
કામરેજના ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીના કાંઠે વિડિયો બનાવી રહેલ યુવકનો પગ લપસી જતાં નદીમાં ખાબક્યો, ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી.
Published : Jun 16, 2024, 8:14 PM IST
લાપત્તા યુવકની શોધખોળ ચાલુ: આ બનાવને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા અને બારડોલી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગના તરવૈયાઓ સ્થળ પર પહોંચી ગયા હતા. લાપત્તા યુવકની શોધખોળ હાથ ધરી હતી. હજુ સુધી યુવકની કોઈ ભાળ મળી નથી. કામરેજ પોલીસ મથકના જયેશ હડાળા સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ પર રહ્યો હતો. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી: સ્થળ પર પહોંચેલ કામરેજ પોલીસ મથકના કર્મચારી જયેશ હડાળાએ જણાવ્યું હતું કે, તાપી નદીમાં યુવક ડૂબી ગયો હોવાની જાણ થતાં જ અમારી ટીમ સ્થળ પર દોડી ગઈ છે. હાલ ફાયર જવાનો દ્વારા લાપતા યુવકને શોધી રહી છે. પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.