કેમિકલ શ્રમિકના મગજ સુધી પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું (etv bharat gujarat) પાટણ:સીધાડા ગામે આવેલ કેમિકલ કંપનીમાં કામ કરતાં એક શ્રમિકની ત્યાંના કેમિકલના કારણે મોત થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, શ્રમિકને માલિકો દ્વારા ફેક્ટરીમાં કેમિકલવાળા વિસ્તારમાં જવાનું કહેવામાં આવ્યું હતું. કેમિકલ શ્રમિકના મગજ સુધી પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
શ્રમિક ઘટના સ્થળે તરત જ મૃત્યુ પામ્યો: મૃત્યુ પામનાર શ્રમિકનું નામ થેબા તાહિરખાન હતું. જ્યારે તાહિરખાન કેમિકલ યુક્ત વિસ્તારમાં હતો ત્યારે તેના શ્વાસમાં કેમિકલ જતાં તે મગજ સુધી પહોંચ્યું અને તેણે અચાનક ગુંગણામણ થવા લાગી હતી પરિણામે તેનું મોત થયું હતું. તેનો ભાઈ તેજ કંપનીમાં કામ કરતો હોવાથી પરિસ્થિતિ જોતા તે તાહિરખાનને બચાવવા માટે આગળ આવ્યો પરંતુ તાહિરખાનની હાલત બચાવે તેવી ન હતી ઉપરાંત તે ઘટના સ્થળે તરત જ મૃત્યુ પામ્યો હતો.
સેફટી કીટ અને સુવિધાઓ ગોઠવે તેવી માંગ: મૃતકના ભાઈના જણાવ્યા અનુસાર આ કંપનીમાં જીવલેણ કેમિકલ સામે રક્ષણ મેળવવા માટે કોઈ પ્રકારની સેફટી ઉપલબ્ધ નથી તેમજ કંપનીમાં આશરે 20 જેટલાં શ્રમીકો સેફટી વિના કામ કરે છે. અન્ય કોઈ સાથે આવી દુર્ઘટના ના સર્જાય તે માટે કંપની માલિક સામે તેમણે સેફટી કીટ અને સુવિધાઓ ગોઠવે તેવી માંગ કરી છે.
મૃતદેહ નહીં સ્વીકારે:અર્થ એન્ટરપ્રાઈઝ કેમિકલ કંપની કે જ્યાં આ બનાવ બન્યો હતો, લોકો દ્વારા ત્યાં સેફટી માટેની સુવિધા ગોઠવવાની માંગ કરવામાં આવી છે અને આવી દુર્ઘટના ન સર્જાય તે માટે કંપનીના માલિક સામે યોગ્ય કાર્યવાહી કરવમાં આવે તેમજ જય સુધી કંપનીને સીલ (બંધ) નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ એવી પરિવારજનોની માંગ છે.
- પત્નીએ પુત્ર સાથે મળીને પતિની કરી ઘાતકી હત્યા, આ કારણે ખેલાયો ખુની ખેલ - murder case in rajkot
- બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના હાલ બેહાલ, શાળાઓ ડૂબી, વિદ્યાર્થીઓને હાલાકી - School flooded due to heavy rains