જામનગર: જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના અન્ય રાજ્યમાં અલગ અલગ ગુનાઓ આચરતી કુખ્યાત ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લીધા છે. તેઓની પૂછપરછમાં 28 જેટલા ગુનાઓનો ભેદ ખુલ્યો છે, ઉપરાંત તેઓના અન્ય 12 સાગરીતોના નામો પણ ખુલ્યા છે. પોલીસે કેટલાક મુદ્દા માલ પણ કબજે કર્યો છે. જામનગરની એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા ફરારી આરોપીઓ પકડી પાડવા માટે કાર્યરત હતા.
જામનગર LCBની ટીમે આંતરરાજ્ય ચોરી અને વિવિધ ગુનાને અજામ આપતી ગેંગ ઝડપી પાડી - LCB team of Jamnagar - LCB TEAM OF JAMNAGAR
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિવિધ રાજયમાં ચોરી અને ગુનાઓ કરતી કુખ્યાત ગેંગને ઝડપી લીધા છે. પૂછપરછ કરતાં 12 શખ્સોના નામ બહાર આવ્યા છે., A team of Jamnagar LCB busted a gang
Published : Jul 4, 2024, 6:54 PM IST
તે દરમ્યાન એલ.સી.બીના પોલિસ સબ.ઇન્સપેક્ટર આર.કે.કરમટા તથા વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ક્રિપાલસિંહ સી. જાડેજા, ધર્મેન્દ્રસિંહ એન જાડેજા, કિશોરભાઇ પરમાર, કલ્પેશ મૈયડ તથા સાથો સાથ ટેકનીકલ સેલના નિર્મળસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમાર તેમજ હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી, ખાનગી રાહે હકિકત મળી હતી કે, જામ સીટી સી ડીવી પો.સ્ટેશનના ચોરીના ગુનાના ત્રણ ફરારી આરોપીઓ રાજુ સુમાલસિંગ પંચાલ, દિપક સુમાલસિંગ પંચાલ અને પ્રભુભાઇ જવરસિંગ બધેલ (રહે. ત્રણેય ઘોટીયાદેવ, તા.કુક્ષી, જી-ધાર, મધ્યપ્રદેશ) લૂંટ, ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલાં છે.
આ ત્રણેય આરોપી કાળા કલરની નંબર વગરની અર્ટીગા કાર લઈ જામનગર શહેરમા બેડી બંદર રોડ ઉપર મહાકાળી સર્કલ આગળ કોઇ ગુનાને અંજામ આપવા એકઠા થયેલાં છે, તેવી બાતમી મળતા તેના ત્રણેય આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેઓની પૂછ પરછમાં તેઓના અન્ય 12 સાગરીતો સંજય ભંવરસિંગ પંચાલ (રહે.ઘોટીયાદેવ ગામ, તા.કુકશી થાના બાગ, જી.ધાર, એમ.પી), અનીલ ગુમાનભાઇ મકવાણા (રહે.જાહીગામ, તા.કુકસી, જી.ધાર થાના- ટાંડા, એમ.પી), રામસીંગ ઉર્ફે રામુ ઉર્ફે ખાંડે કાલુસીંગ અજનારી (રહે.રાતમળીયા, તા.જોબટ, જી-અલીરાજપુર, જેલમાં), સુખરામ (રહે.જાહીગામ, તા.કુકસીજી ધાર થાના ટાંડા), દિનેશભાઇ અલાવા (રહે.કાકડવા ગામ, તા.કુકસી, જી.ધાર, એમ.પી), જીતેન્દ્ર (રહે.રતલામ, એમ.પી), સંતોષ (રહે.જાહીગામ, તા.કુકસી, જી.ધાર થાના ટાંડા, એમ.પી), રાહુલ સજજનભાઇ બધેલ (રહે.કદવાલ, તા.કુકસી, જી.ધાર, એમ.પી), વિશાલ મંડલોઇ (રહે. કાકડવા, તા. કુકસી, જી.ધાર, એમ.પી), પ્રદિપ (રાહુલનો મિત્ર)(રહે.એમ.પી), રાજુ ઉર્ફે કેકડે મંડુભાઈ બધેલ (રહે.બડીકદવાલ, તા.જોબટ, જી.અલીરાજપુર જેલમાં), લાલુ ઉર્ફે લાલસિંગ ઇન્દ્રસિંગ મંડલોઇ (રહે.જાઇ, જી.ધાર, જેલમાં) વગેરેના નામો ખુલ્યા છે. પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી એક અર્ટીગા કાર, 1,06,000 રોકડ રૂપીયા અને બે મોબાઇલ ફોન સહિત કુલ. 13,16,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.