દાહોદ:ગુરુ-શિષ્યનો સંબંધ ખૂબ જ પવિત્ર ગણાય છે. ત્યારે થોડા સમય અગાઉ દાહોદમાં શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલા કરતા તેને વિરોધ નોંધાવતા તેની હત્યા કરી હોવાની ઘટના બની હતી. ત્યારે આવી એક જ ઘટના દાહોદ પંથકમાં પ્રકાશમાં આવી છે.
શિક્ષક પર વિદ્યાર્થિની સાથે છેડતીનો આરોપ:મળતી માહિતી મુજબ આશ્રમ શાળામાં ભણતી સગીર વિદ્યાર્થિનીને રસોઇ બનાવવાના બહાને શિક્ષકે પોતાના રુમમાં બોલાવીને શારીરિક અડપલા કરીને સંબંધ બાંધવા દબાણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ગભરાયેલી વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા આરોપી શિક્ષકે વિદ્યાર્થિનીને ધાકધમકી આપી હતી. જ્યારે વિદ્યાર્થિનીએ સમગ્ર ઘટનાની જાણ માતા-પિતાને કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીના માતાપિતાએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
વિદ્યાર્થિનીને જમવાનું બનાવવા બોલાવી: પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું કે, સગીરા ધાનપુર તાલુકાની એક આશ્રમશાળામાં અભ્યાસ કરે છે. ત્યારે આશ્રમશાળાના ગણિત- વિજ્ઞાન વિષયના શિક્ષક કલ્પેશ બારિયાએ વિદ્યાર્થિનીને રોટલા બનાવવા માટે તેના રુમમાં બોલાવી હતી. ત્યારે સગીર વિદ્યાર્થિની જમવાનું બનાવવા શિક્ષકના રુમમાં ગઇ હતી. ત્યારે આરોપી શિક્ષકે વિદ્યાર્થિની સાથે એકલતાનો લાભ લઇને રુમ બંધ કરીને સગીર વિદ્યાર્થિની સાથે અડપલા કરીને સંબંધ બાંધવાનું કહ્યું હતું અને સગીરાનો હાથ પકડીને છેડતી કરી હોવાનો આરોપી શિક્ષક પર આરોપ છે.
શિક્ષક સામે પોલીસ ફરિયાદ: સગીર વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા આરોપી શિક્ષક રુમનો દરવાજો ખોલીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ જ આશ્રમશાળામાં વિદ્યાર્થિનીના ભાઇ બહેન ભણતા હોવાથી આ વાત તેમને જણાવી હતી. ભાઇ બહેનએ આ વાતની જાણ માતા-પિતાને કરી હતી. ત્યાર બાદ વિદ્યાર્થિનીના પરિવારજનો શાળા ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના જાણી હતી. વિદ્યાર્થિનીના માતાપિતાએ આરોપી શિક્ષક વિરુદ્ધ ધાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ધાનપુર પોલીસે આરોપી શિક્ષક કલ્પેશ બારિયા વિરુધ્ધ BNS 75(1) (2), પોક્સો એક્ટ 8 અને એટ્રોસિટી એક્ટ કલમ 3 (2)(5-એ) અંતર્ગત આરોપી શિક્ષકને ઝડપવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
- રાજકોટના જેતપુરમાં હચમચાવતી ઘટના, વયોવૃદ્ધ બે મિત્રોએ આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો
- ભાવનગર વેવિશાળ પ્રસંગમાં હત્યા કેસ: કોર્ટે ત્રણ શખ્સોને સજા ફટકારી, એકને આજીવન કેદ