ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદની તારાજી.... સર્વેની કામગીરી દરમિયાન શિક્ષકનું હાર્ટ એટેકના કારણે મોત - Teacher died in heart attack - TEACHER DIED IN HEART ATTACK

જામનગરમાં ભારે વરસાદ બાદ તાજેતરમાં જ વરસાદ પછી સર્વેની કામગીરી દરમિયાન એક દુઃખદ અહેવાલ સામે આવ્યો છે. જ્યાં શિક્ષકનું સર્વેની કામગીરી દરમિયાન મોત થયું છે. - Teacher died in heart attack, Rain flood Gujarat

શિક્ષકનું સર્વેની કામગીરી દરમિયાન મોત
શિક્ષકનું સર્વેની કામગીરી દરમિયાન મોત (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2024, 10:58 PM IST

શિક્ષકનું સર્વેની કામગીરી દરમિયાન મોત (Etv Bharat Gujarat)

જામનગરઃ જામનગરમાં એક શિક્ષકનું હાર્ટ એટેકને કારણે નિધન થયાના અહેવાલ સામે આવ્યા છે. આવું ત્યારે થયું છે જ્યારે જામનગરમાં ભારે વરસાદ બાદ થયેલા નુકસાન સહિતની કામગીરીના સર્વેનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. સર્વેની કામગીરી કરતા આ શિક્ષકનું નિધન થતા તેમની સાથેના કર્મચારીઓ અને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

હાર્ટ એટેક આવતા નિધનઃ જામનગર શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ સર્વે કામગીરી જોરશોરથી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. વોર્ડ નંબર 16ના સર્વે કોર્ડીનેટર, 42 વર્ષીય કલ્પેશ ભીખાભાઈ માંડવીયાનું અચાનક હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે.

બપોરના સમયે રોડ પર આવ્યો એટેકઃ વ્રજવાટિકા રણજીતસાગર રોડ પર બપોરે ચાર વાગ્યાના અરસામાં કલ્પેશભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. તેમના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કલ્પેશભાઈ પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલના ગામ વાણીયામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ સમર્પિત અને કાર્યદક્ષ અધિકારી તરીકે ઓળખાતા હતા.

સરકારે વરસાદ બાદની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રાહત કાર્યો હાથ ધરવા માટે સર્વે કામગીરી શરૂ કરી છે. આ કામગીરીમાં સરકારી કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. કલ્પેશભાઈનું નિધન આ કામગીરીમાં જોડાયેલા તમામ કર્મચારીઓ માટે એક મોટો આઘાત છે. કલ્પેશભાઈના અવસાનથી તેમનું કુટુંબ અને મિત્રો ભારે આઘાતમાં છે. સમગ્ર જામનગર શહેર તેમના નિધનથી શોકગ્રસ્ત છે.

  1. કડકડાટ અંગેજી બોલતો યુવતીનો વીડિયો થયો વાયરલ, વિડીયો જોઇ સૌ થયા આશ્ચર્યચકિત - English speaking
  2. ભારે વરસાદને કારણે બારડોલી સહિત સુરત જિલ્લાના 17 રસ્તાઓ બંધ - Road close Surat Bardoli

ABOUT THE AUTHOR

...view details