જૂનાગઢ: જિલ્લામાં આવેલી જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં કાશી (બનારસ) નો ધીરજ સોનકર નામનો વિદ્યાર્થી PHD નો અભ્યાસ કરી રહ્યો છે. આ વિદ્યાર્થી દ્વારા સૌરાષ્ટ્રની સૌથી મોટી 198 કિમીની લંબાઇ ધરાવતી ભાદર નદીના પાણી પર સંશોધન કર્યું છે. વિદ્યાર્થી ધીરજ સોનકરના આ સંશોધનમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
જસદણ પાસે આ નદી એકદમ સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ નદી જેમ જેમ જેતપુર પાસેથી આગળ વધે છે. તેમ તેમ નદી વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ અને હાનિકારક કેમિકલો ખૂબ જ ચિંતાજનક રીતે વધ્યા હોવાનું વિદ્યાર્થીના સ્ટડીમાં જોવા મળ્યું છે. જે ભૂગર્ભ જળની સાથે કૃષિ પાકો અને મનુષ્યના આરોગ્ય પર પર વિપરીત અસરો ઊભી કરી શકે છેે.
PHD ના વિદ્યાર્થીએ ભાદર નદી પર સંશોધન કરતા ભાદર નદી જેતપુર પાસે પ્રદૂષિત હોવાનું અભ્યાસમાં ખૂલ્યું (Etv Bharat Gujarat) ભાદર નદી જેતપુર પાસે સૌથી વધુ પ્રદૂષિત: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી ભાદર નદી જેતપુર પાસે સૌથી વધુ પ્રદૂષિત હોવાની વિગતો જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં PHDનો અભ્યાસ કરતા કાશીના વિદ્યાર્થી ધીરજ સોનકરના સંશોધનમાં સામે આવ્યું છે. જૂૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં PHDનો અભ્યાસ કરતા વિદ્યાર્થી ધીરજે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ભાદર પર સંશોધન શરૂ કર્યું હતું. જે જસદણ નજીક ભાદર નદીનું પાણી સૌથી ચોખ્ખું જોવા મળ્યું હતું.
ભાદર નદીમાં હાનિકારક રસાયણો જોવા મળ્યા: ક્રમશઃ આગળ વધતા જેતપુર અને ત્યારબાદ આગળના વિસ્તારમાં ભાદર નદીના પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ અને હાનિકારક રસાયણો ખૂબ પુષ્કળ પ્રમાણમાં જોવા મળ્યા હતા. ભાદર નદીને પ્રદુષિત થવા પાછળ આ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો ગટર અને અન્ય કચરાયુક્ત કેમિકલવાળું પાણી સીધું ભાદર નદીમાં ભેળવી દેવામાં આવે છે. જેને કારણે જસદણ નજીક સૌથી સારી ગુણવત્તાવાળું પાણી જેતપુર પહોંચતા અને ત્યાંથી આગળ વધતા એકદમ પ્રદૂષિત અને ઝેરી કેમિકલ વાળું બની જાય છે.
PHD ના વિદ્યાર્થીએ ભાદર નદી પર સંશોધન કરતા ભાદર નદી જેતપુર પાસે પ્રદૂષિત હોવાનું અભ્યાસમાં ખૂલ્યું (Etv Bharat Gujarat) ચોમાસા પૂર્વે સૌથી વધારે પ્રદુષિત પાણી: વિદ્યાર્થી ધીરજ સોનકરે ભાદર નદીના પ્રવાહિત પાણીમાં સંશોધન શરૂ કરતાં પૂર્વે માર્ચ એપ્રિલ અને મે મહિના દરમિયાન ભાદર નદીના અલગ અલગ વિસ્તારોમાં પાણીના સેમ્પલ લીધા હતા. જેમાં જેતપુર અને ત્યાંથી આગળના વિસ્તારમાં ઝેરી રસાયણો અને પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક રીતે વધુ જોવા મળ્યું. ચોમાસા દરમિયાન વરસાદ પડવાને કારણે નદી પ્રવાહીત બને છે. જેને કારણે ચોમાસાના આ સમય દરમિયાન કોઈ એક ચોક્કસ સ્થળે ઝેરી કેમિકલ કે રસાયણોનું પ્રમાણ ચિંતાજનક રીતે જોવા મળતું નથી. પરંતુ ચોમાસુ પૂર્ણ થઈ ગયા બાદ નદીના પટમાં રહેલું પાણી ઝેરી કેમિકલ યુક્ત હોવાનું સામે આવ્યું છે
કેમિકલ યુક્ત પાણી ભૂગર્ભ જળને પણ બગાડે છે: વિદ્યાર્થીના અભ્યાસમાં બહાર આવ્યું છે કે, રસાયણ અને ઝેરી કેમિકલ યુક્ત પાણી ચોમાસાના સમયને બાદ કરતા ઉનાળા અને શિયાળાના સમય દરમિયાન નદીના પટમાં સતત ભરેલું જોવા મળે છે. જેને કારણે આ પાણી જમીનના ભુગર્ભ સુધી પહોંચે છે. પાણીમાં કેમિકલ અને ઝેરી રસાયણો હોવાને કારણે જમીનમાં ભૂગર્ભનું પાણી પણ ખૂબ જ પ્રદૂષિત થાય છે. ખેડૂતો ભૂગર્ભ જળમાંથી જે ખેતી કરે છે. જેને કારણે ખેતીનો પાક પણ અનુકૂળ રહેતો નથી. વધુમાં ભૂગર્ભમાંથી આવેલું રસાયણ અને કેમિકલ યુક્ત પાણી ખેતીલાયક જમીનને તો બગાડે જ છે, પરંતુ સાથે સાથે ખેડૂતોને કૃષિ પેદાશોનો પૂરતા પ્રમાણમાં ઉતારો પણ મળતો નથી.
PHD ના વિદ્યાર્થીએ ભાદર નદી પર સંશોધન કરતા ભાદર નદી જેતપુર પાસે પ્રદૂષિત હોવાનું અભ્યાસમાં ખૂલ્યું (Etv Bharat Gujarat) ભાદર નદીનું પાણી પીવાલાયક નથી: વધુમાં રાજ્ય સરકાર પાસે જે જળાશયો છે. તેમાં પાણીનો સંગ્રહ નિકાલની ટેકનિકલી વ્યવસ્થા આજે પણ છે. પરંતુ જળાશયોમાં નદીમાંથી આવેલું અને એકઠું થયેલું પાણી કેટલું પ્રદૂષિત છે. તેમાં કેવા પ્રકારના ઝેરી રસાયણો કે કેમિકલો છે. તે પ્રકારની સંશોધન કરવાની ટેકનિક આજે પણ નથી તેવું મનાય છે. જેને કારણે ચોમાસા દરમિયાન નદીમાંથી આવેલું અને જળાશયોમાં સંચય થયેલું પાણી પણ કેમિકલ યુક્ત અને ઝેરી રસાયણ વાળું બને છે. જેને કારણે દિવસેને દિવસે પીવાલાયક ચોખ્ખું પાણી ઓછું થઈ રહ્યું છે અને ભૂગર્ભમાં રહેલા પાણીને પણ આ પાણી બગાડી રહ્યું છે.
આ પણ વાંચો:
- દોસ્ત જ બન્યો દુશ્મન! માઉન્ટ આબુમાં મિત્ર પર તેના જ મિત્રને સળગાવવાનો આરોપ
- અમદાવાદના કાંકરિયામાં AMCનું સાઈન બોર્ડ પડ્યું, એક જ પરિવારના 3 સભ્યો થયા ઈજાગ્રસ્ત