જૂનાગઢ: ડો.અતુલ ચગના આત્મહત્યા કેસના મામલામાં સૌથી ચોકાવનારો અને આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. આજે સ્વર્ગસ્થ અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગ દ્વારા તેમના પિતાના નામનો ઉલ્લેખ કરીને કોઈ પણ વ્યક્તિ સમાજ સંગઠનના માધ્યમ દ્વારા કોઈપણ જાહેર કાર્યક્રમો બેઠક કે સંમેલનની સાથે અહેવાલ પ્રસિદ્ધ નહીં કરવાની વિનંતી કરતો પત્ર પાઠવ્યો છે.
ડોક્ટર ચગ આત્મહત્યા કેસમાં નવો વળાંક, હિતાર્થ ચગે તેમના પિતાનું નામ લઈને કોઈ સંમેલન કે બેઠક ન બોલાવવાની કરી વિનંતી - Doctor Chug suicide case - DOCTOR CHUG SUICIDE CASE
ડો.અતુલ ચગના આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. સ્વર્ગસ્થ અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગ દ્વારા પિતાના નામનો ઉલ્લેખ ન કરવા પત્ર પાઠવવામાં આવ્યો છે.
Published : Apr 2, 2024, 9:50 PM IST
ડો.અતુલ ચગ આત્મહત્યા કેસમાં વળાંક: વેરાવળના ખ્યાતનામ તબીબ ડોક્ટર અતુલ ચગ દ્વારા ગત બારમી ફેબ્રુઆરી 2023 ના રોજ તેમની હોસ્પિટલમાં જ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર કેસમાં ડોક્ટર ચગ દ્વારા એક સુસાઈડ નોટ લખવામાં આવી હતી જેમાં રાજેશ ચુડાસમા અને તેના પિતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલામાં એક વર્ષની લડાઈ બાદ અંતે રાજેશ ચુડાસમા અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલાને એક વર્ષ કરતાં વધુનો સમય વીતી ચૂક્યો છે તેની વચ્ચે આજે સ્વર્ગસ્થ ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગનો એક પત્ર વાયરલ થયો છે જેમાં લોહાણા જ્ઞાતિ, લોહાણા મહા પરિષદ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોઈ પણ પ્રકારના અહેવાલો બેઠક કે સંમેલનનું આયોજન ન કરવાની વિનંતી પત્રના મારફતે કરવામાં આવી છે.
એક વર્ષ બાદ અચાનક વળાંક: ડોક્ટર અતુલ ચગે આત્મહત્યા કરી ત્યારબાદ આજે એક વર્ષ કરતા વધુનો સમય વીતી ચૂક્યો છે. આ સમય દરમિયાન પોલીસ ફરિયાદ દાખલ થવાની સાથે કેટલીક કાયદાકીય પ્રક્રિયા પણ ચાલી રહી છે તેની વચ્ચે પત્રમાં હિતાર્થ ચગ દ્વારા એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સમગ્ર મામલાનો સુખદ અંત આવી ચૂક્યો છે આવી પરિસ્થિતિમાં લોહાણા જ્ઞાતિ, લોહાણા મહા પરિષદ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સહિત માધ્યમો અને અન્ય સામાજિક સંસ્થાઓ ડોક્ટર અતુલ ચગના નામનો ઉપયોગ ચૂંટણીના સમયમાં ન કરે તેવી વિનંતી પણ કરવામાં આવી છે. ગઈકાલે જ રાજેશ ચુડાસમા દ્વારા રાજ્યની વળી અદાલતમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણી આગામી દિવસોમાં ટળી છે તેની વચ્ચે આજે અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે સમગ્ર મામલામાં સુખદ સમાધાનનો પત્ર આપ્યો છે જેને લઈને પણ સમગ્ર મામલો ગરમાયો છે.