ગુજરાત

gujarat

ETV Bharat / state

ડ્રગ્સ સાથે ઝડપાયો કેરળનો યુવાન, રાજકોટ જતી ખાનગી બસમાંથી પોલીસે દબોચ્યો

ખેડા જિલ્લાની સેવાલિયા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 65.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે કેરળના એક યુવકને ઝડપી પાડ્યો છે.

ડ્રગ્સ સાથે કેરળનો યુવાન ઝડપાયો
ડ્રગ્સ સાથે કેરળનો યુવાન ઝડપાયો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

ખેડા: સેવાલિયાની મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પર પોલિસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરાઈ રહી હતી. આ દરમિયાન ભોપાલથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સ બસમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતુ.જેમાં મુસાફરી કરી રહેલા એક યુવક પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતુ.

કોણ છે આરોપી:ડ્રગ્સ સાથે ઝડપાયેલા 28 વર્ષીય આરોપી કેરળના પથનમથિટ્ટાના રહેવાશી છે અને તેનું નામ મુહમ્મદ મુબીર સુલેમાન કુંજુ છે.

ડ્રગ્સ સાથે ઝડપાયેલો આરોપી મુહમ્મદ મુબીર સુલેમાન કુંજુ (Etv Bharat Gujarat)

સેવાલિયાની મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પર પોલિસ દ્વારા વાહન ચેકિંગને લઈને ભોપાલથી રાજકોટ જતી ખાનગી બસમાં ચેકિંગ હાથ ધર્યુ હતું ત્યારે આરોપી મુહમ્મદ મુબીર પાસેથી 6 લાખ 55 હજારની કિંમતનું 65.500 ગ્રામ મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

65.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે કેરળનો યુવક ઝડપાયો (Etv Bharat Gujarat)

ડ્રગ્સ સહિત રૂ.6,65,900નો મુદ્દામાલ જપ્ત: સેવાલીયા પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ, રોકડ,મોબાઈલ સહિત રૂ.6,65,900નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. મામલામાં પોલિસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં અવાર નવાર ડ્રગ્સ જેવા માદક અને ઘાતક પદાર્થ ઝડપાતા રહે છે, ત્યારે સેવાલિયા ચેકપોસ્ટ પરથી થોડા મહિના અગાઉ પણ 14 લાખનું ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું હતુ.

  1. મહેસાણામાં દિવાળી ટાણે ઝડપાયું MD ડ્રગ્સ : કોના માટે, ક્યાંથી આવ્યું ડ્રગ્સ ?
  2. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, અંકલેશ્વરની ફેકટરીમાં MD ડ્રગ્સ બનાવી વેચાણ કરતો આરોપી ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details