ગુજરાત

gujarat

ETV Bharat / state

સાપુતારાના ઘાટ પર લક્ઝરી બસ ખાડામાં ખાબકી, બે બાળકોના મોત 65ને ઈજા - Luxury bus fell into the pit - LUXURY BUS FELL INTO THE PIT

સાપુતારાના ઘાટ પર લક્ઝરી બસ ખેડામાં ખાબકી અને સાપુતારાને સાંકળતા માર્ગ પર અકસ્માત સર્જાયો સુરતથી પ્રવાસે આવેલા પાસે લોકોમાંથી બે બાળકોના મોત, બસમાં કુલ 65 લોકો સવાર હતા.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 7, 2024, 8:22 PM IST

Updated : Jul 7, 2024, 9:24 PM IST

સાપુતારાના ઘાટ પર લક્ઝરી બસ ખાડામાં ખાબકી (Etv Bharat Gujarat)

ડાંગ:સાપુતારાથી શામગહાનને સાંકળતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાપુતારાના ઘાટ પર લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી. બસમાં પ્રવાસ આવેલા 65 લોકો સવાર હતા, જેમાં બે લોકોના મોતની હાલ આશંકા સેવાઈ રહી છે. સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રિય ધોરી માર્ગ પર અકસ્માત સજાયો હતો. જેમાં પ્રવાસે આવેલા લોકોની લક્ઝરી બસ ઘાટ નીચે ખાબકી ગઈ હતી જેથી ઘણા લોકો લક્ઝરીના નીચે દબાયા છે, બે બાળકોના મોત થયાની જાણકારી હાલ મળી છે.

મૃતકના નામ

1 - અતિફા અરફક શૈખ ઉંમર 7 વર્ષ

2 - અસ્ફાખ શેખ ઉંમર 3 વર્ષ

બસમાં કુલ 65 લોકો સવાર હતા: બસમાં કુલ 65 લોકો સવાર હતા સુરતથી પ્રવાસે આવેલા ભરત ચૌહાણ જણાવે છે કે, અમે ઘરે ફરી રહ્યા હતા ત્યારે બસ વાળા આઇસર ટ્રક વાળાને અવર ટેક કર્યો હતો જે દરમિયાન અચાનક જ ગાડી ઘાટમાં ઉતરી ગઈ હતી. ભરતભાઈ સાથે 18 લોકો ફરવા આવ્યા હતા જોકે બસમાં કુલ 65 લોકો સવાર હતા. ઘાયલ લોકોને સારવાર અર્થે શામગહાન CHC હોસ્પિટલ ખસેડાયા અકસ્માત એટલો ભયાનક હતો કે બસ આખી ઊંધી વળી જવા પામી છે.

લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ:જોકે ઘટનાને પગલે પોલીસ અને ફાયરની બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ બસ નીચે દબાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા છે. બસ રોડની સાઈડની દિવાલ પર કુદી સીધી ઘાટમાં ખાબકી હોવાથી ક્રેનની મદદથી લક્ઝરી બસને ઘાટમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. બસ રોડની સાઈડ પરની દિવાલ સુધી સીધા ઘાટમાં ખાપકી હોવાનું જણાઈ રહ્યું છે.

  1. વરલી હિટ એન્ડ રન કેસ, લક્ઝરી કારે દંપતીને મારી ટક્કર, મહિલાનું મોત - WORLI HIT AND RUN CASE
Last Updated : Jul 7, 2024, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details