અમરેલી: અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહ અને દીપડાના હુમલાની ઘટના બની રહી છે, ત્યારે આજે વધુ એક ઘટના અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં એક મહિલા ઉપર દીપડાના હુમલાની ઘટના સામે આવી છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદના હેમાળ ગામે રાત્રિના સમયે એક દીપડો દિવાલ કૂદી અને ઘરની અંદર પ્રવેશી ગયો હતો. શિકારની શોધમાં નીકળેલા દીપડાએ મહિલા ઉપર હુમલો કર્યો હતો અને સુઈ રહેલા મહિલા ઉપર હુમલો કરતા મહિલા અચાનક હપ્તાઈ ગયા હતા. હેમાળ ગામે 44 વર્ષીય મહિલા મંજુબેન ઉપર દીપડાએ હુમલો કરતા સન્નાટો છવાયો છે. મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દીપડાએ હાથ ઉપર નખ મારેલા છે, જેથી મહિલાને ઈજા થતાં હોસ્પિટલ રાજુલા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અમરેલીમાં દીપડાના હુમલાનો સિલસિલો યથાવત (Etv Bharat Gujarat) જાફરાબાદ પંથક વિસ્તારની અંદર મહિલા ઉપર હુમલાની ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા જાફરાબાદના ગ્રામીણ વિસ્તારમાં સિંહ દ્વારા માનવ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ એક ઘટના સામે આવી છે.
દીપડાનો મહીલા પર હુમલો: જાફરાબાદના ફોરેસ્ટ ઓફિસર વાઘેલાએ જણાવ્યું કે,'રાત્રિના સમયે મહિલા પોતાના નિવાસસ્થાને સુઈ રહ્યા હતા. જે દરમિયાન અચાનક એક દીપડો શિકારની શોધમાં આવેલો હતો. ઘરમાં મહિલા ગોદડું ઓઢી સૂઈ રહી હતી. તે દરમિયાન ગોદડું ખેંચતા મહિલાને હાથના ભાગે ઇજા પહોંચી છે. મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ મહિલાની તબિયત સારી છે.
આ પણ વાંચો:
- દીપડાની દહેશત, વાંસદામાં આંબાબારી ગામે છ વર્ષીય બાળક પર દીપડાનો હુમલો