ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાણવડ તાલુકાના હાથલા મુકામે આવેલ, પ્રાચીન શનિ મંદિરે શનિદેવની ધૂમ ધામ પૂર્વક ઉજવણી - Shani janvi in ​​Devbhumi Dwarka - SHANI JANVI IN ​​DEVBHUMI DWARKA

આજરોજ શનિ જયંતી હોય સમગ્ર દેશની સાથો સાથ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના હાથલા મુકામે આવેલ પ્રાચીન શનિ મંદિરે ધૂમ ધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

Etv Bharatહાથલા મુકામે પ્રાચીન શનિ મંદિરે શનિદેવની ધૂમ ધામ પૂર્વક ઉજવણી
Etv Bharatહાથલા મુકામે પ્રાચીન શનિ મંદિરે શનિદેવની ધૂમ ધામ પૂર્વક ઉજવણી (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 6, 2024, 9:50 PM IST

હાથલા મુકામે પ્રાચીન શનિ મંદિરે શનિદેવની ધૂમ ધામ પૂર્વક ઉજવણી (Etv Bharat Gujarat)

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નજીકનું હાથલા ગામને શનિદેવનું પ્રાગટય સ્થળ માનવામાં આવે છે. જે રીતે શનિદેવનું જન્મસ્થાન શિંગળાપુર માનવામાં આવે છે, તે જ રીતે ગુજરાતના આ ગામમાં શનિદેવ પ્રગટ્યા હતા. મોટા મોટા પ્રધાનોથી લઈને સામાન્ય માણસનો સાગર સમાન પ્રવાહ શનિ જયંતીના દિવસે આ ગામે પહોંચે છે. અહીંયા ભગવાન શનિદેવના મંદિર પટાંગણાં જ શનિકુંડ આવેલો છે.

સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી: આજરોજ શનિવાર જયંતી હોય આ ઐતિહાસિક સ્થળે, વહેલી સવારથી જ પુરા દેશ માંથી શનિભકતો ઉમટી પડયા હતા. શનિદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી. ફક્ત ગુજરાતના જ નહીં, પરંતુ ભારત ભરમાંથી આવેલા દર્શનાર્થીઓ શનિદેવ ની કૃપા પ્રાપ્ત કરવા પધારતા હોઈ છે, ત્યારે દૂર-દૂરથી આવતા ભક્તો અહીં આવીને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરી રહયા હતા.

લોકો પોતાની પનોતી ઉતારવા શું કરે છે: અહીં શનિદેવની સાથો સાથ નવ ગ્રહ તેમજ પનોતી દેવીની પણ પ્રતિમા આવેલ છે અને એક માન્યતા મુજબ લોકો પોતાની પનોતી ઉતારવા અહીં પોતાના પહેરેલા ચંપલ મૂકી જતા હોય છે. તો અહીં આવેલ પવિત્ર કુંડના પાણીથી સ્નાન કરી શ્રદ્ધાળુઓ શનિ દેવ નીં કૃપા પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે.

શનિદેવતાની કૃપા પ્રાપ્ત કરવા લોકો શું કરે છે:હાથલાના શનિદેવ મંદિરના અવશેષો 1500 વર્ષથી પણ જુના છે. અહીં આવેલા ભક્તો શનિદેવતાની કૃપા પ્રાપ્ત કરવા શનિદેવને તેલ, અડદ, કાળું કપડું, લોખંડ ધરી પૂજા અર્ચના કરતા હોઈ છે. આજ રોજ શનિ જયંતી હોય અંદાજે 1 લાખથી વધુ ભક્તો અહીં પહોચી રહ્યા છે, તો આ તકે ધર્મપ્રેમી લોકો દ્વારા પ્રસાદ રૂપી ભોજન ની પણ વ્યવસ્થા અહી કરવામાં આવી હતી.

  1. જામનગરના નાગેશ્વર સ્થિત શનિ મંદિરમાં શનિ જયંતિની ભવ્ય ઉજવણી... અન્નકૂટ અને પ્રસાદીનું આયોજન - Shani Jayanti Celebrations in Jamnagar

ABOUT THE AUTHOR

...view details