વડોદરા: વડોદરા સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીના શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં વર્ષોથી મગરો વસવાટ કરતા હોય છે, જેને લઇને શહેરીજનો પણ ભારે ચિંતિત હોય છે. પરંતુ શિયાળો પૂર્ણ થતા મગરનો પ્રજનન કાળ હોય છે અને ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડા મૂકવાનો સમય હોય છે. આ દરમિયાન મગર પોતાનું આશ્રય સ્થાન, ઈંડા અને બચ્ચાને બચાવવા માટે માનવ ઉપર હુમલો કરતા જ હોય છે. એટલે માણસોએ આ સમયગાળા દરમિયાન મગર સાથે કોઈ પણ પ્રકારના અટકચાળા ન કરવા જોઈએ.
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી કિનારે એક શ્વાનને મગરે પોતાનો શિકાર બનાવ્યો - Dogs were hunted by alligators
વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં વારંવાર મગર નિકળતા હોય છે. પરંતુ આજરોજ એક અજાયબી જેવી ધટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં આવ્યો હતો કે, વહેલી સવારે મગરે નદી કિનારે આવેલા એક શ્વાનને પોતાનો શિકાર બનાવી લીધો હતો. આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળતા હોય છે. ત્યારે વડોદરા એક માત્ર એવું શહેર છે, જ્યાં માનવ વસ્તીની વચ્ચે વર્ષોથી મોટી સંખ્યામાં મગરો વસવાટ કરી રહ્યા છે. જે વડોદરા વાસીઓને ભેટમાં મળેલો વારસો છે.
Published : Jul 24, 2024, 9:16 PM IST
શ્વાનને તરાપ મારી પોતાના મુખનો કોળિયો બનાવી દીધો
વડોદરાના પ્રતાપગંજ ગણેશનગર ઝૂંપડપટ્ટી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મહાકાય મગરે નદી કિનારે આવેલા એક શ્વાનને તરાપ મારી પોતાના મુખનો કોળિયો બનાવી દીધો હતો. સ્થાનિક યુવકે આ વીડિયો સવારે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. મહત્વનું છે કે, વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે. હાલમાં વડોદરા સ્માર્ટસીટીની આડમાં વિશ્વામિત્રીને ગટર બનાવી દીધી છે. નદીમાં આપણે બેફામ કચરો નાખી રહ્યા છે. જેને કારણે નદીમાં વસવાટ કરતા મગર, ત્રણ પ્રજાતિના વસવાટ કરતા કાચબાઓ તેમજ પક્ષીઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. કેટલીક વાર તો માનવ જાતિને પણ જોખમ રૂપ કરતા હોય છે.