સુરત:રામ મંદિરમાં બિરાજમાન રામલલાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. રામભક્તો રામલલાને અનેક ભેટસોગાદો ચઢાવી રહ્યા છે ત્યારે સુરતના એક વેપારીએ 11 કરોડના કરચે એક ખાસ મુકુટ તૈયાર કર્યો છે. ભવ્ય મંદિરમાં સ્થાપિત ભગવાન રામની પ્રતિમા માટે સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે 11 કરોડ રૂપિયાનો મુકુટ અર્પણ કર્યો છે.
11 કરોડ રૂપિયાનો સ્વર્ણ અને હિરા જડિત મુકુટ અર્પણ કર્યો 11 કરોડ રૂપિયાનો સ્વર્ણ અને હિરા જડિત મુકુટ અર્પણ:જે પળની રાહ તમામ રામ ભક્તો જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે ત્યારે ભક્તો પોત પોતાની રીતે લોકો પોતાની લાગણી અને ભક્તિ ભગવાન રામ પ્રત્યે દર્શાવી રહ્યા છે. સુરતના ગ્રીનલેબ ડાયમંડ કંપનીના મુકેશભાઈ પટેલે પોતાની કંપનીમાં તૈયાર 6 કિલો વજનમાં મુકુટ ભગવાન રામ માટે બનાવડ્યો છે જેમાં સોનુ, હીરા અને નીલમ સામેલ છે.
સુરત શહેરના હીરાના વેપારીએ એક ખાસ મુકુટ શ્રી રામલલા માટે તૈયાર કરાવ્યો
મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન રામ એ બધું જ આપ્યું છે. ભગવાન માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા હવે ઋણ ચૂકવવા માટે આ અર્પણ કર્યું છે. હું અયોધ્યા માં છું અને દર્શન કરવા માટે આવ્યો છું. મારી માટે આ અદભુત ક્ષણ છે. જીવન સફળ થઈ ગયું છે એવું લાગે છે.
આ મુકુટની ખાસિયતની વાત કરવામાં આવે તો આભૂષણોથી મઢેલો છે. આ મુકુટ 6 કિલો વજન ધરાવે છે જેમાં સાડા ચાર કિલોગ્રામ સોનું વપરાયું છે. આ મુકુટમાં માણેક, હીરા, મોતી, પર્લ, નીલમ વગેરે નાના-મોટા સાઈઝના રત્નો જળવામાં આવ્યા છે. આ મુકુટ બનાવવા માટે સુરત થી કંપનીના બે કર્મચારીઓ ખાસ વિમાન થકી અયોધ્યા પહોંચ્યા હતા અને ભગવાન શ્રીરામ લલા ની મૂર્તિનો માપ લઈ તેઓ સુરત આવ્યા હતા અને મુકુટ બનાવવાની કામગીરી શરૂ કરી હતી.
- Ayodhya Ram Mandir: ધાર્મિક અનુષ્ઠાન બાદ પીએમ મોદીએ તેમના 11 દિવસના ઉપવાસ તોડ્યા, સીએમ યોગીએ મંદિરની પ્રતિકૃતિ રજૂ કરી
- Bhanu Babriya Reaction : રામલલા બિરાજમાન, લોકસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમત મળશે