વાપીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે છેતરપિંડીની ફરિયાદ વાપીઃવાપી જીઆઇડીસી પોલીસ મથકમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટ સામે કન્સ્ટ્રક્શન પેઢીના માલિકે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જીઆઇડીસી પોલીસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કાંતિ પટેલ CA સામે છેતરપિંડીની ફરિયાદઃ વાપી GIDC પોલીસ મથકમાં સ્મિત પટેલ નામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના CA કાંતિભાઈ કરશન ભાઈ પટેલ દ્વારા તેમની સાથે GST ભરવાના 63 લાખ 45 હજાર જેવી માતબર રકમની છેતરપિંડી કરી છે. જે અંગે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવે એ વિગતો આપી હતી કે, વર્ષ 2020 થી લઈને 2023 સુધીના જીએસટી ભરવા પેટેના 63 લાખથી વધુની રકમ પેઢીના માલિકે CA એવા કાંતિભાઈ કરસનભાઈ પટેલને બેન્ક એકાઉન્ટ મારફતે ચૂકવી હતી. જે પૈકી માત્ર ત્રણ લાખ રૂપિયા ભરી 60 લાખ રૂપિયાના ખોટા ચલણ પધરાવી CA કાંતિ પટેલે આ છેતરપિંડી કરી છે. જેની ફરિયાદ નોંધી CA ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા છે.
વાપીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે છેતરપિંડીની ફરિયાદ GST તરફથી નોટિસ મળતા ભાંડો ફૂટ્યોઃછેતરપિંડીનો ભોગ બનનાર સ્મિત પટેલ પોતે શ્રદ્ધા કન્સ્ટ્રક્શન નામની પેઢી ધરાવે છે. 2019 થી તેમની પાસે જીએસટીનો નંબર છે. તેના નાણા ભરવા માટે CA કાંતિભાઈ કરસનભાઈ પટેલને જવાબદારી સોંપી હતી. જેને તેઓ બેન્ક એકાઉન્ટ મારફતે દર વખતે જીએસટીની ભરવા પાત્ર રકમ ટ્રાન્સફર કરાવતા હતા. જોકે GST તરફથી તેમને નોટિસ મળી કે તેઓએ જીએસટીના નાણાં ભર્યા નથી. જે અંગે તેમણે CA કાંતિભાઈ પટેલને જાણકારી આપી હતી. કાંતિભાઈએ નોટિસનો જવાબ તેવો આપી દેશે તેવી હૈયા ધરપત આપી હતી. જોકે જીએસટીની તે બાદ ફરી નોટીસ મળી કે તેમણે 63 લાખ જેટલી રકમ ભરવાની બાકી છે. એટલે સ્મિત પટેલ પોતે જીએસટીની ઓફિસે ગયા તો જાણકારી મળી કે તેમના નાણા તેમના CA કાંતિ પટેલે ભર્યા જ નથી અને તેમને જે ચલણ આપવામાં આવતા હતા તે પણ બોગસ હતા.
પોલીસ રિમાન્ડ પર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કાંતિ પટેલ 60 લાખની છેતરપિંડીઃ વર્ષ 2019 થી 2023 સુધી CA કાંતિ પટેલે માત્ર ત્રણ લાખ જેટલી રકમ ભરી 60 લાખ જેટલી રકમની છેતરપિંડી કરી છે. જેનો ભાંડો ફૂટી જતા આ નાણાં ચૂકતે કરશે તેવું એગ્રીમેન્ટ કરી નાણાં નહીં ચૂકવતા આખરે ભોગ બનનાર પેઢીના સંચાલકે જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ મામલે હાલ GIDC પોલીસે CRPCની કલમ 409, 465, 467, 468 અને 471 મુજબ ફરિયાદ નોંધી છેતરપિંડી કરનાર CA કાંતિ પટેલની ધરપકડ કરી છે. CA એ આવી છેતરપિંડી અન્ય કેટલા લોકો સાથે કરી છે. તેમજ કાંતિ પટેલે મુંબઈથી 2004 માં મેળવેલ CA ની ડિગ્રી ખરી છે કે ખોટી તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
- Human Trafficing: વધુ પગારની નોકરીની લાલચે સુરતની સગીરાને રાજસ્થાન દેહ વિક્રયમાં ધકેલાઈ, માનવ તસ્કરીનો પર્દાફાશ
- Tapi Murder : 24 વર્ષીય યુવકની હત્યા મામલે વાતાવરણ ગરમાયું, ડોલવણ સજ્જડ બંધનું એલાન