ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલિકાએ ખાડો તો ખોદ્યો પણ બેરીકેડ ન મુક્યું, બાઈક સાથે યુવક 10 ફુટ ઉંડા ખાડામાં ખાબકતા ગંભીર

વડોદરા જીલ્લાના વાઘોડિયામાં પાલિકા દ્વારા પાણીની લાઇન રિપેરીંગ માટે 10 ફૂટ ખોદેલા ખાડો ખોદયો હતો જેમાં એક બાઇક ચાલક પટકાયો હતો.

વાઘોડિયા નગરપાલિકાએ ખોદેલા 10 ફુટ ઊંડા ખાડામાં એક બાઈક ચાલક પટકાયો
વાઘોડિયા નગરપાલિકાએ ખોદેલા 10 ફુટ ઊંડા ખાડામાં એક બાઈક ચાલક પટકાયો (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

વડોદરા: જીલ્લાના વાઘોડિયાને નગરપાલિકાનો દરજ્જો મળ્યો પરંતુ વાઘોડિયાની પરિસ્થિતિ યથાવત જોવા મળી છે. તાજેતરમાં વાઘોડિયા ખંઘા રોડ ઉપર હિરાવંશી ફળીયા નજીક એક અકસ્માતની ઘટના સામે આવી છે.

આ સમગ્ર બનાવમાં રોડ ઉપર ખોદેલા 10 ફુટ ઊંડા ખાડામા એક બાઈક સવાર અચાનક પટકાતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ઘરી છે.

વાઘોડિયા નગરપાલિકાએ ખોદેલા 10 ફુટ ઊંડા ખાડામાં એક બાઈક ચાલક પટકાયો (Etv Bharat gujarat)

બેરીકેડ ન મૂકતા ગંભીર અકસ્માત: વાઘોડિયા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. પાલિકા દ્વારા આ ખાડા ફરતે બેરીકેડ ન કરતાં આ ગંભીર અકસ્માત સર્જાયો છે. પાલિકાની બેદરકારીના કારણે આ અકસ્માતમાં નિર્દોષ નાગરિક ભોગ બન્યો છે. નગરપાલિકાના વહિવટદારના અણઘડ આવડતના કારણે આ ઘટના સામે આવી છે. આ ઘટના મોડી રાતે બની હતી. જેને પગલે લોકોના ટોળાં ઊમટ્યા હતા. આ યુવકને બચાવવા માટે સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગિરી હાથ ધરવામા આવી હતી.

10 ફુટ ઉંડા ખાડામાં બાઈક સાથે ખાબક્યો યુવક (Etv Bharat Gujarat)

ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો: હાલ ઈજાગ્રસ્ત યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ત્યારે તેને વઘુ સારવાર અર્થે સાયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મહત્વની બાબત છે કે, વહીવટી તંત્ર દ્વારા જાહેર માર્ગ ઉપર કામગીરી માટે ખોદયો હતો. ત્યારે આ ખાડા ફરતે બેરીકેડ નહી લગાવતા આ ઘટના બની છે. આ અકસ્માતને લઈ સ્થાનિકોએ નગરપાલિકાના વહિવટદાર ઉપર આક્રોશ ઠાલવ્યો હતો.

પાણીની લાઈન રિપેર કરવા માટે ખાડો ખોદયો: જાણવા મળતી માહિતી મુજબ પાણીની લાઈનના સમારકામ માટે 4 દિવસ પહેલા ખાડો ખોદયો હતો.પરંતુ પાલિકાના વહીવટી તંત્રની ઘોર બેદરકારી દેખાઇ હતી ત્યારે બેરિકેડ ન લગાવતા યુવક બાઇક સાથે ખાડામાં પટકાયો હતો. આ સમગ્ર ઘટના અંગે ચાર્જ સંભાળતા ચીફ ઓફિસર અને વહીવટી અધિકારીનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો:

  1. કરોડોનો ખર્ચ પાણીમાં! સુરતમાં 17.86 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું એપ્રોનનું RCC સ્ટ્રક્ચર અઢી વર્ષમાં ધોવાયું
  2. શું બન્યું હતું બોપલની 'ઇસ્કોન પ્લેટિનમ'માં ? બિલ્ડિંગ પાસે ફાયર સેફ્ટી છે ?
Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details