દેવભૂમી દ્વારકા: આંતર રાજ્ય સાયબર ક્રાઇમ આચરતા તેમજ રાજ્ય બહારના અનેક ગુન્હામાં સંડોવાયેલા 5 જેટલાં માસ્ટર માઈન્ડ આરોપીઓને દ્વારકાની સાઈબર ટીમે ઝડપી પાડ્યા છે. રાજસ્થાન તેમજ ગુજરાત માંથી આ આરોપીઓને દબોચી લેવામાં આવ્યાં છે. ઝડપાયેલા આરોપીઓ ન્યૂડ વીડિયો કોલ મારફત બ્લેક મેલિંગ, ડમી વેબસાઈટ બનાવી હોટેલ બુકિંગના નામે છેતરપિંડી તેમજ ડુપ્લીકેટ નામો વાળા પ્રીએક્ટિવ સીમ કાર્ડ વેંચવાના ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ડમી સીમ કાર્ડ, મોબાઈલ ફોન, ચેક બુક, એટીએમ કાર્ડ, બોગસ આધાર કાર્ડ સહિતનો મુદામાલ કબજે કર્યો છે અને આ અંગે વધુ તપાસ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
Dwarka police: દ્વારકા જિલ્લા સાયબર સેલનો સપાટો, 5 શાતીરોને દબોચ્યા, અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો - દેવભૂમી દ્વારકા પોલીસ
દ્વારકા જિલ્લા સાઇબર સેલ દ્વારા આંતર રાજ્ય સાયબર ક્રાઇમ આચરતા 5 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે, તેની સાથે જ તેમણે આચરેલા ઘણા માટો ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. ત્યારે જાણીએ અહીં શું છે આ સમગ્ર મામલો.
Published : Feb 4, 2024, 9:19 AM IST
રેકેટનો પર્દાફાશ: મહત્વપૂર્ણ છે કે, દ્વારકા ધાર્મિક અને પ્રવાસનની દ્રષ્ટીએ લોકો માટે અગ્રણી સ્થળ છે. અહીં દરોજ્જ યાત્રિકોની સતત અવર-જવર રહેતી હોય છે, તેથી અહીં હોટેલ ઉદ્યોગ ધમધમતો રહ્યો છે. તેનો લાભ ઉઠાવીને આ શાતીરો હોટેલની બોગસ વેબસાઇટ બનાવી બુકિંગ લઈ પૈસાની છેતરપિંડી કરતા હોવાનો પર્દાફાશ થયો છે.
ન્યૂડ વીડિયો કોલ દ્વારા બ્લેકમેઈલિંગ: આ ઉપરાંત ખંભાળિયા ખાતે પણ એક ન્યૂડ વીડિયો કોલનું પ્રકરણ ઉજાગર થયું છે. પોલીસે "સાયબર સેફ દ્વારકા " સૂત્ર હેઠળ આંતર રાજ્ય મેગા ઓપરશન હાથ ધરીને હોટેલ બુકિંગ ફ્રોડમાં અનેક ફેક વેબસાઈટ, ગુગલ એડ્સ બનાવનાર અને ડમી ફ્રી એક્ટિવેટેડ સીમકાર્ડનું વેચાણ કરનાર તથા ફેક વેબસાઈટ તથા સીમકાર્ડનો ઉપયોગ કરી છેતરપિંડી કરનાર તથા ન્યૂડ વીડિયો કોલ ફ્રોડ અને શોપિંગ ફ્રોડના મુખ્ય સૂત્રધારોને ગુજરાત અને રાજસ્થાન ખાતેથી પકડી પાડી અને સંપૂર્ણ રેકેટનો પર્દાફાશ કર્યો છે.