ગાંધીનગર: તાજેતરમાં જ આઈએએસ, પ્રભારી સચિવ, પીઆઈ, પીએસઈની અને ઉપ સચિવોની બદલીઓ સાગમટે કરવામાં આવી હતી. ત્યારે પંચાયત વિભાગ દ્વારા 6 નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. લોકસભા ચૂંટણી 2024 સંદર્ભે આ બધી ટ્રાન્સફરના ઓર્ડર થઈ રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
Gandhinagar News: 6 નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓને બદલીના આદેશ - Gandhinagar News
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સરકારી વિભાગોમાં મોટા પાયે બદલીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે પંચાયત વિભાગ દ્વારા 6 નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
6 Deputy District Development Officers have been transferred
Published : Mar 1, 2024, 11:09 AM IST
કેટલી બદલીઓ થઈ ?
પંચાયત વિભાગ દ્વારા 6 નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. જ્યારે નાણાં વિભાગે પણ ગુજરાત હિસાબી સેવાના નાયબ નિયામક વર્ગ 1ના 3 અધિકારીઓની બદલી કરી છે. તેમજ વર્ગ 1ના 9 હિસાબી અધિકારીની પણ બદલી કરાઈ છે