કચ્છ: પૂર્વ કચ્છમાંથી ફરી એકવાર ગાંધીધામના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બિનવારસુ વિસ્ફોટક પદાર્થના ફુટેલ બુલેટ કબ્જે કર્યા છે. કંડલાથી તુણા તરફ જતા હાઇવે ઉપર પુલ નીચેના ભાગે એક પ્લાસ્ટીકના કોથળામાથી ફુટેલા કાર્ટિઝનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અલગ-અલગ સાઈઝના બુલેટ મળી આવ્યા છે અને આ જથ્થાનો વજન પણ આશરે 42 કિલો જેટલો થાય છે. પોલીસે આ મુદ્દામાલ કબ્જે કરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરી છે.
42 કિલો ફુટેલી કાર્ટિઝનો જથ્થો ઝડપાયો, ગાંધીધામ SOG લાગી તપાસમાં... - KUTCH POLICE GOT CARTRIDGES
પૂર્વ કચ્છમાંથી ફરી એકવાર ગાંધીધામના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બિનવારસુ વિસ્ફોટક પદાર્થના ફુટેલા કાર્ટિઝ કબજે કર્યા છે.
Published : Oct 20, 2024, 4:40 PM IST
પાણીના વહેણમાંથી ફુટેલ બુલેટનો જથ્થો મળ્યો:પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે કંડલાથી તુણા જતા હાઈવે પર આવેલા પુલ નીચે પાણીમાં ફેંકી દેવાયેલા પ્લાસ્ટિકના કોથળામાંથી 42 કિલો ફૂટેલાં કારતૂસ અને તેના ખોખાં જપ્ત કર્યાં છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ ડી.ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, AK 46 અને AK 47 જેવા વિવિધ આધુનિક બંદુકો અને મશીનગનમાં વપરાતાં ફૂટેલાં કારતૂસનો જથ્થો આજે એક કોથળામાં મળી આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 19 સપ્ટેમ્બરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના દ્વારા જ મીઠીરોહર ઓવરબ્રિજ નીચે આવેલા એક ભંગારવાડામાં બાતમી મુજબ રેડ પાડવામાં આવી હતી જેમાં યુદ્ધમાં વપરાતી સામગ્રી કે જે યમનથી ઈમ્પોર્ટ થયેલા સ્ક્રેપમાંથી પણ આવા ફૂટેલાં કારતૂસનો જથ્થો મળી આવ્યો હતો.