નવી દિલ્હી: GST કાઉન્સિલની શનિવારે મળેલી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. રાજસ્થાનના જેસલમેરમાં 55મી GST કાઉન્સિલની બેઠક બાદ મીડિયાને સંબોધતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, રાજ્ય સરકારો એરક્રાફ્ટ ટર્બાઇન ફ્યુઅલ (ATF)ને GSTના દાયરામાં લાવવા માટે સંમત નથી.
તેમણે કહ્યું કે, વીમા પ્રીમિયમ પર GST દર ઘટાડવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, કારણ કે મંત્રી જૂથ (GoM) ને આ મુદ્દાનો અભ્યાસ કરવા માટે વધુ સમયની જરૂર છે. વીમા નિયમનકાર IRDAI સહિત અનેક પક્ષકારો પાસેથી સૂચનોની રાહ જોવાઈ રહી છે.
Jaisalmer, Rajasthan: Union Finance Minister Nirmala Sitharaman says, " we want to promote evs. the gst council is in favour of evs. nobody is stopping people from buying evs. however, while using evs, if one person saves another person, then there is no use. the same applies to… pic.twitter.com/Zvbmvoa6Pv
— IANS (@ians_india) December 21, 2024
સીતારમણે જણાવ્યું હતું કે, GST કાઉન્સિલે ટેક્સના દરોને તર્કસંગત બનાવવા અંગેના નિર્ણયને પણ મુલતવી રાખ્યો છે, કારણ કે જીઓએમને વ્યાપક અભ્યાસ માટે વધુ સમયની જરૂર છે. કાઉન્સિલે ફોર્ટિફાઇડ ચોખા અને જીન થેરાપી સહિત વિવિધ વસ્તુઓ પર GST દરમાં સુધારા અંગે સૂચનો આપ્યા હતા.
GST કાઉન્સિલના મુખ્ય નિર્ણયો:
- હોટલ અને રેસ્ટોરન્ટ પર 18 ટકા GST યથાવત
- હાલમાં ઓનલાઈન ગેમિંગ પર કોઈ GST નથી
- હવે ACC બ્લોક્સ પર 12 ટકા GST (50 ટકાથી વધુ ફ્લાય એશ ધરાવે છે)
- કાળા મરી અને કિસમિસ પર કોઈ GST નથી (ખેડૂત દ્વારા સપ્લાય પર)
- જૂના EV પર શૂન્ય ટકા (સેકન્ડ હેન્ડ)
- મીઠું અને મસાલા મિશ્રિત તૈયાર પોપકોર્ન પર 5 ટકા GST
- પેકેજ્ડ અને લેબલવાળા પોપકોર્ન પર 12 ટકા GST
- કારમેલ પોપકોર્ન પર 18 ટકા GST
- સ્વિગી અને ઝોમેટો જેવા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પર ટેક્સ દરો અંગેનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યા છે
- વળતર ઉપકર પર કોઈ સમય મર્યાદા નથી
- દરોને તર્કસંગત બનાવવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે
- વીમા પ્રીમિયમ પર ટેક્સ કાપનો નિર્ણય મોકૂફ
- જેટ ફ્યુઅલ (ATF)ને GSTના દાયરામાં લાવવા અંગે કોઈ કરાર થયો ન નથી
- બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા ઉધાર લેનારાઓ પર લાદવામાં આવેલા દંડ પર કોઈ GST ચૂકવવાપાત્ર રહેશે નહીં
- પ્રી-પેકેજ અને લેબલવાળા માલની વ્યાખ્યામાં સુધારો કરવાની ભલામણ કરી છે
- જીન થેરાપી GST મુક્ત
- ફોર્ટિફાઇડ ચોખા પર જીએસટીનો દર ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યા
આ ઉપરાંત, કાઉન્સિલે વપરાયેલી ઇલેક્ટ્રિક વાહનો (EV) અને નાની પેટ્રોલ/ડીઝલ કાર પર GST 12 ટકાથી વધારીને 18 ટકા કરવાની ભલામણ કરી છે.
Jaisalmer, Rajasthan: Union Finance Minister Nirmala Sitharaman says, " there are several which will be covered in detail in a press moment which all of you are going to receive. i clarify that no gst is payable on the penal charges levied and collected by banks and nbfcs from… pic.twitter.com/AAFxwty6Rh
— IANS (@ians_india) December 21, 2024
બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે, 'જૂથ, વ્યક્તિગત, વરિષ્ઠ નાગરિક નીતિઓ પર કરવેરા અંગે નિર્ણય લેવા વીમા પરના પ્રધાનોના જૂથની બીજી બેઠકની જરૂર છે.'
ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું કે, કેટલાક સભ્યોએ કહ્યું હતું કે વધુ ચર્ચાની જરૂર છે. અમે (GoM) જાન્યુઆરીમાં ફરી મળીશું. ચૌધરીની અધ્યક્ષતામાં કાઉન્સિલ દ્વારા રચવામાં આવેલ મંત્રી જૂથ (GoM), નવેમ્બરમાં તેની બેઠકમાં GSTમાંથી ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી માટે ચૂકવવામાં આવતા વીમા પ્રિમીયમને મુક્તિ આપવા સંમત થયા હતા. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો દ્વારા આરોગ્ય વીમા કવચ માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમને કરમાંથી મુક્તિ આપવાનો પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
આંધ્ર પ્રદેશની 1 % ડિઝાસ્ટર સાધનોની માંગ પર GOMની રચના કરવામાં આવશે:
વધુમાં, GST કાઉન્સિલે કુદરતી આફતોથી થતા નુકસાનની ભરપાઈ કરવા માટે સંસાધનો એકત્ર કરવા માટે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા અમુક લક્ઝરી વસ્તુઓ પર 1 % ડિઝાસ્ટર સાધનોની માંગને ધ્યાનમાં લેવા માટે મંત્રીઓના જૂથ (GoM) ની રચના કરવાનો નિર્ણય લીધો છે. આંધ્રપ્રદેશના નાણા મંત્રી પયવુલા કેશવે કહ્યું કે, GOMની રચના કરવા પર સર્વસંમતિ સધાઈ છે. તેમણે કહ્યું કે, "આ લક્ઝરી સામાન રાજ્યની વિશેષ ડ્યુટી પર હશે."
આ પણ વાંચો: