મોરબી:રાજકોટની મધ્યસ્થ જેલમાંથી 4 પાકા કામના કેદીઓને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા- 2023 ની કલમ- 475ની જોગવાઇઓને આધીન રહીને નાગરીક સુરક્ષા સંહિતા-2023ની કલમ 473 હેઠળ સજાનો બાકીનો ભાગ શરતોને આધીન માફ કરીને તાત્કાલિક અસરથી જેલ મુક્ત કરવાનો રાજ્ય સરકારે હુકમ કર્યો છે.
પાકા કામના 4 કેદીઓને જેલ મુક્તિ: રાજકોટ મધ્યસ્થ જેલના આજીવન કેદના પાકા કામના કેદી ધીરુભાઇ નનકાભાઇ ધાખડા, સઇદ આદમભાઇ વરામ, જયેન્દ્રસિંહ નારુભા ઝાલા, હિતેશ મનુભાઇ જાદવને થયેલી સજાનો ભાગ માફ કરીને સરકારના હુકમ હેઠળ નક્કી કરવામાં આવેલી શરતોને આધીન જેલ મુક્ત કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારના હુકમથી રાજકોટ જેલમાંથી 4 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા (Etv Bharat gujarat) જેલ અધિક્ષકે કેદીઓને શુભેચ્છા પાઠવી: રાજ્ય સરકાર દ્વારા 4 કેદીઓની સજાનો બાકીનો ભાગ માફ કરી સમાજમાં પુનઃ સ્થાપિત થાય તેવા આશયથી જેલ મુક્ત કરવા હુકમ કરવામાં આવતા જેલ અધિક્ષક IPS રાઘવ જૈન દ્વારા 4 કેદીઓને શ્રીમદ ભાગવત ગીતા ભેટ આપી હતી. તેમજ આ કેદીઓને જેલ મુક્ત થયા બાદ તેમના પરિવાર સાથે સમાજમાં પુન:સ્થાપિત થઈ સારા નાગરીક તરીકે જીવન વિતાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
કેદીએ જણાવ્યો તેનો અનુભવ: આ તબક્કે ઇન્ચાર્જ નાયબ અધિક્ષક બી.બી.પરમાર તેમજ સિનિયર જેલર એમ.આર.ઝાલા દ્વારા પણ 4 કેદીઓને જેલ મુક્ત થવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મુક્ત થયેલા કેદીએ જણાવ્યું હતું કે, જેલમાં રહેવું ઘણું મુશ્કેલ હોય છે. પરંતુ મન પર કાબુ રાખવો જરૂરી છે. 19 વર્ષ જેલમાં વિતાવ્યા છે. હવે ત્યારે રાહત મળી છે. ત્યારે હવે જીવનમાં આવી બીજી ભૂલ ન થાય તેની તકેદારી રાખીશ. સાથે સાથે આગામી દિવસોમાં વ્યવસાય કરી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવીશ.
આ પણ વાંચો: