ETV Bharat / state

ડિજિટલ એરેસ્ટ સામે સાવચેતી જ સુરક્ષા, ગુજરાતમાં અઠવાડિયામાં 3 ચોંકાવનારા બનાવ સામે આવ્યા - DIGITAL ARREST SCAM

PM મોદીએ પણ 'મન કી બાત' કાર્યક્રમમાં લોકોને આ પ્રકારના ફ્રોડથી સાવધાન રહેવા અપીલ કરી હતી.

ડિજિટલ એરેસ્ટથી સાવધાન રહેવા PMની લોકોને અપીલ
ડિજિટલ એરેસ્ટથી સાવધાન રહેવા PMની લોકોને અપીલ (ETV Bharat Graphics)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 25, 2024, 10:16 PM IST

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે, PM મોદીએ પણ 'મન કી બાત' કાર્યક્રમમાં લોકોને આ પ્રકારના ફ્રોડથી સાવધાન રહેવા અપીલ કરી હતી. જોકે તેમ છતાં એક જ અઠવાડિયામાં રાજ્યમાં આ પ્રકારના 3 છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જેમાં લોકોએ પોતાના જીંદગીની આજીવિકા ગુમાવી દીધી હોય. ત્યારે ડિજિટલ એરેસ્ટની ઘટનામાં સાવધાની રાખીને તમે કેવી રીતે આવા ભેજાબાજોથી બચી શકો તે આ અહેવાલમાં સમજો.

પહેલો કિસ્સો
વડોદરા શહેરમાં હાલમાં એક તબીબ ડિજિટલ એેરેસ્ટ ફ્રોડનો ભોગ બન્યા હતા. તબીબે પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા મને કુરિયર કંપનીમાંથી કોલ આવેલો કે તમારા નામથી એક ડ્રગ્સ થાઈલેન્ડ જઈ રહ્યું છે, તો તમે કંપનીનો સંપર્ક કરો. સંપર્ક કરતા એ લોકોની આખી ગેંગ હતી. જુદા જુદા પત્રો મને મોકલીને ડિજિટલ એરેસ્ટ પ્રકારનું આખું ઉભું કર્યું અને મને ફરજિયાત એમના એકાઉન્ટમાં પૈસા મોકલવા માટે મજબૂર કર્યો. આમ તબીબ પાસેથી 32.50 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા. જોકે બાદમાં તેમને શંકા જતા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે 4 શખ્સોને ઝડપી લીધા હતા અને તબીબને 100 ટકા રકમ પાછી અપાવી હતી.

બીજો કિસ્સો
મહેસાણાના કોન્ટ્રાક્ટર અલ્પેશ પટેલને શુક્રવારના રોજ એક સામાન્ય ફોન આવ્યો હતો. ત્યારે સામેની વ્યક્તિએ કહ્યું કે, તમારા નામે નોંધાયેલા નંબર અને સિમકાર્ડનો ઉપયોગ સતામણી અને હિંસામાં થયો છે અને તમારી સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ થઇ હોવાનું કહી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા.

ગઠીયાએ દિલ્હી પોલીસની છાપ ધરાવતી ખાખી વરદી પહેરીને નકલી ઓફિસર બનીને દિલ્હી પોલીસના નામે કોન્ટ્રાક્ટરને વ્હોટ્સઅપ વિડીયો કોલ કર્યો હતો. સતત 25 મિનિટ સુધી વાતચીત કરી હતી અને નકલી ઓફિસરે કહ્યું કે, તમે તમારા નંબરનો દુરુપયોગ કર્યો છે. તેમ કહીને ડિજિટલ અરેસ્ટ કર્યો હતા, પણ કોન્ટ્રાક્ટરે આ ગઠિયાઓ રુપિયા પડાવે તે પહેલા જ તેમની સમયસૂચકતા અને જાગૃતતાને પરિણામે ફોન કરનારા આરોપીએ ફોન કટ કરીને મૂકી દીધો હતો.

આ ફોન કોલ ભારતના નંબર ઉપરથી વ્હોટ્સઅપ પર કોલ આવ્યો હતો અને બીજા દેશનાં નંબર ઉપરથી આ કોલ આવ્યો હતો. ત્યારે પોતાની જેમ અન્ય યુવાનો પણ આવી છેતરપિંડીથી બચી શકે તે માટે અલ્પેશ પટેલે પોતાની સાથે બનેલી ડિજિટલ અરેસ્ટની ઘટના અન્ય મોબાઇલમાં રેકોર્ડ કરી લીધી હતી. ત્યારે આ વ્યક્તિને પૈસા બાબતે કોઇ છેતરપિંડી ન થઇ હોવાથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી નથી.

મહેસાણા કોન્ટ્રાક્ટરે ડિજિટલ એરેસ્ટ ફ્રોડનો વીડિયો બનાવ્યો (ETV Bharat Graphics)

ત્રીજો કિસ્સો
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક સીનિયર સિટીઝનને અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટીના અધિકારી તરીકે જવાબ આપ્યો હતો. બાદમાં આ કોલ CBIને ટ્રાન્સફર કરવાનું જણાવ્યું. CBI અધિકારી બનીને ઠગોએ તેમને 230 કરોડનું મની લોન્ડરિંગ થયું હોવાનું જણાવ્યું. બાદમાં સુપ્રીમ કોર્ટના જજના નામે પણ ફોન આવ્યો અને તેમના એરેસ્ટ વોરંટની વાત કહી અને તેમને ધરપકડની વાત કરીને ડરાવી-ધમકાવીને ફીક્સ ડિપોઝિટ તથા અન્ય રોકાણના 24 લાખ જેટલા રૂપિયા વેરિફિકેશન માટે એક એકાઉન્ટમાં મગાવીને ફ્રોડ કરવામાં આવ્યું હતું. આ અંગે ભોગ બનનાર વૃદ્ધે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવતા હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

શું હોય છે ડિજિટલ એરેસ્ટ?
ડિજિટલ એરેસ્ટ ફ્રોડમાં પીડિતોને એક કૉલ આવે છે તે કૉલર દાવો કરે છે કે તેમણે ગેરકાયેદસર સામાન, ડ્રાગ્સ, નકલી પાસપોર્ટ અથવા અન્ય સામાનવાળા પાર્ટસલ મોકલ્યા છે અથવા મોકલી રહ્યા છે. કેટલાક અન્ય કિસ્સાઓમાં, છેતરપિંડી કરનારા પરિવારને ફોન કરીને જણાવે છે કે પીડિત કોઈ ગુનામાં સામેલ છે.

તેઓ પોલીસ યુનિફોર્મમાં હોય છે અને કાયદા પ્રવર્તન અધિકારી હોવાનો દાવો કરીને વિડિઓ કૉલ દ્વારા લોકોને તેમના નિશાન બનાવે છે. બાદમાં તેમને થોડા થોડા સમયે વીડિયો કરીને તેમની સામે હાજર થવા ફરજ પાડવામાં આવે છે અને પછી કેસને બંધ કરવા માટે પૈસાની માંગણી કરે છે.

ડિજિટલ એરેસ્ટની શંકા જાય ત્યારે સૌથી પહેલા શું કરવું?

વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કોમરે ડિજિટલ એરેસ્ટના કિસ્સામાં શું કરવું તેને લઈને કેટલાક મહત્વપૂર્ણ સ્ટેપ્સ જણાવ્યા હતા. જે મુજબ

  • CBI, ક્રાઈમ બ્રાન્ચ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના નામે આવીને કોઈ કોઈના પૈસા માગે તો આને સાચું માનવાનું કોઈ કારણ નથી.
  • ડિજિટલ એરેસ્ટના નામે કોઈ એરેસ્ટની વાત કરી તો કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી.
  • આ પ્રકારનો ફોન આવે તો તમે મોબાઈલ સ્વીચ ઓફ કરી શકો છો, ફોન નંબરને બ્લોક કરીને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને જાણ કરી શકો છો.

PM મોદીએ ફરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી
તાજેતરમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં ડિજિટલ એરેસ્ટના ફ્રોડની ફરીથી વાત કરી અને લોકોને આ રીતે છેતરપિંડીથી સજગ રહેવાની અપિલ કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે, સરકારની એવી કોઈ જોગવાઈ નથી જે ડિજિટલ એરેસ્ટને મંજૂરી આપી શકે, તેને માત્ર એક ષડયંત્રના રૂપમાં જોવી જોઈએ. વિશેષ રૂપે વૃદ્ધ લોકો આ રીતે ફ્રોડનો શિકાર વધુ બનાવાય છે અને તેમને જાગૃત કરવાની જરૂર છે.

આ પણ વાંચો:

અમદાવાદના બોપલ-આંબલી રોડ પર ઓડીના ચાલકે 3 કાર, 5 ટુ-વ્હીલર અડફેટે લીધા, દારૂના નશામાં હોવાનો આરોપ

ભુજમાં અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના 300 ડૉક્ટરો અચાનક કેમ હડતાલ પર ઉતર્યા?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.