ખેડા:અમદાવાદ-ઈન્દોર હાઈવે પર મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ખેડા જિલ્લાના કઠલાલના લાડવેલ ચોકડી પાસે બનેલી અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા હતા. હાઈવે પરથી પસાર થઈ રહેલી ઇકો કારની આગળ ગાય આવી જતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ડીવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી.
આગળ ગાય આવી જતા કાર પલટી
વિગતો મુજબ, અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી મોડી રાત્રે કાર પસાર થઈ રહી હતી. તે દરમિયાન કારની આગળ ગાય આવી જતા ડ્રાયવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી. અથડાઈને કાર પલટી મારી ગઈ હતી.જેને કારણે કારમાં સવાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે ચાર વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે કઠલાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કઠલાલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
મૃતક તમામ મહીસાગર જીલ્લાના લોકો
પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતમાં મૃતક તમામ વ્યક્તિઓ મહીસાગર જિલ્લાના હતા. તેઓ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ઓથવાડ તાબે આવેલા બારૈયાના મુવાડા ગામના હતા. તેઓ કઠલાલ તરફથી બાલાસિનોર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
મૃતકોના નામ