ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર, 20 IPS સહિત 35 અધિકારીઓના બઢતી સાથે બદલી - Gujarat Police Department - GUJARAT POLICE DEPARTMENT

રાજ્યના પોલીસ વિભાગમાં ફરી એક વખત ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં 20 આઈપીએસ અધિકારીઓ સહિત 35 અધિકારીઓના બદલી અને બઢતીના ઓર્ડર જાહેર કરવામાં આવ્યાં છે. જાણો વિસ્તારથી...

ગુજરાત પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર
ગુજરાત પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર

By ETV Bharat Gujarati Team

Published : Apr 14, 2024, 1:43 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ યોજાનારી છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં ફરી એક વખત રાજ્યના પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં 35 અધિકારીઓના બદલી અને બઢતીના ઓર્ડર જાહેર કરવામાં આવ્યાં છે.

ગુજરાત પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર

જે અંતર્ગત સુરતને હવે નવા પોલીસ કમિશનર મળી ગયા છે. હાલ વડોદરાના પોલીસ કમિશનર એવા અનુપમસિંહ ગેહલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે વડોદરાના પોલીસ કમિશનર તરીકે નરસિંહમા કોમારને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ રેન્જ IG તરીકે જી.આર.મોથલિયાની પસંદગી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details