ગુજરાત

gujarat

ETV Bharat / state

ફેક્ટરીમાં ભાગીદારી તથા ડિરેક્ટર બનાવાની લાલચ આપી રૂપિયા 2.97 કરોડની છેતરપિંડી, સુરત પોલીસે કરી સસરા-પુત્રવધુની ધરપકડ

સુરતમાં ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી રૂપિયા 2.97 કરોડની છેતરપિંડી કરનાર શખ્સને સુરત પોલીસે હરિયાણાના ગુરૂગ્રામથી ઝડપી પાડ્યા છે.

સુરતમાં રૂપિયા 2.97 કરોડની છેતરપિંડીની ઘટના
સુરતમાં રૂપિયા 2.97 કરોડની છેતરપિંડીની ઘટના (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

સુરત: સુરતમાં ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી રૂપિયા 2.97 કરોડની છેતરપિંડીની ઘટનામાં સુરતની ઇકો સેલ પોલીસે સસરા-પુત્રવધુને ફિલ્મીઢબે હરિયાણાના ગુરૂગ્રામથી ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ફરિયાદીને ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેકટર બનાવવાની લાલચ આપી હતી. તે ઉપરાંત ફેક્ટરીમાં ભાગીદાર બનાવવાની પણ લોભામણી લાલચ આપી હતી.

શું છે સમગ્ર ઘટના:આરોપીઓએ જે બહાને ફરિયાદી પાસે રૂપિયા 2.97 કરોડ પડાવી લીધા હતા. ફરિયાદીને વિશ્વાસ બેસે તે માટે સ્ટેમ્પ પેપર ઉપર ડિરેકટર અને ભાગીદારી હોય તેવું બતાવી સાઈન કરવામાં આવ્યું હતું. થોડા મહિનાઓ બાદ આરોપીઓ ફોન બંધ કરી ફરાર થઇ ગયા હતા. જે મામલે ફરિયાદીએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આરોપી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ સુરત ઇકો સેલ પોલીસને સોપવામાં આવી હતી.

સુરતમાં રૂપિયા 2.97 કરોડની છેતરપિંડીની ઘટના (Etv Bharat Gujarat)

રૂપિયા કમાવવાની લાલચમાં ઘણા સોર્ટકટ રસ્તાઓ અપનાવાય: આ બાબતે સુરત ઇકો સેલ પોલીસ સ્ટેશનના એસીપી જી.એસ.સરવૈયાએ જણાવ્યું કે, 'સુરત શહેર વિસ્તાર મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલો છે. અને આધુનિક જમાનાથી અત્યાધુનિક જમાના તરફ જતા લોકોને ઝડપી રૂપિયા કમાવવાની લાલચમાં ઘણા સોર્ટકટ રસ્તાઓ અપનાવતા હોય છે. જેમાં ઘણી વખત તક સાધુઓ આવા લોકોનો ફાયદો ઉઠાવી તકનો લાભ ઉઠાવીને છેતરપિંડી કરતા અને લોકોના રૂપિયા પડાવી લેતા જોવા મળે છે. સુરત શહેરના પોલીસ કમિશનરે અભિગમ દાખવી સુરત શહેરમાં વેપાર કરતા વેપારીઓ શાંતિપૂર્વક તથા કોઈપણ જાતના છેતરપીંડીના ભય વગર પોતાનો વેપાર કરી શકે તેવું વાતાવરણ પુરૂં પાડવા માટે કમરકસી હોય છે.

રૂપિયા 2.97 કરોડ પડાવ્યા: જે ઘટનાની ફરિયાદ અન્વયે વેપાર ધંધામાં ઊંચા નફાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કરનાર વિરૂધ્ધ તટસ્થ તપાસ કરી આરોપીઓને પકડી પાડવા માટે આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક કેસ સોપવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદી સાથે આરોપીઓ દ્વારા ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી રૂપિયા 2,97,00,000 પડાવ્યા હતા. તેમજ ફોન બંધ કરી ફરાર થઇ ગયા હતા.

ખોટા દસ્તાવેજો બનાવી સાઈન કરાવી: જે છેતરપીંડી થઇ હોવાનું જણાતા ફરિયાદીએ ક્રાઈમ બ્રાન્ચમાં આરોપી વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ અમને આપવામાં આવી હતી. આ તપાસમાં અમારે ટીમ દ્વારા આજરોજ હરિયાણાના ગુડગાંવ ખાતેથી છેતરપિંડી કરનાર સસરા-પુત્રવધુને ઝડપી પાડ્યા છે. આરોપી રાજેશકુમાર લાલ મદનલાલ કુંદનલાલ અને તેમના પુત્રની પત્ની શિલ્પી કે જેઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેકટર બનાવવાની લાલચ આપી હતી. તે ઉપરાંત ફેક્ટરીમાં ભાગીદાર બનાવવાની પણ લોભામણી લાલચ આપી હતી. તે સાથે અવારનવાર જગ્યા ઉપર જઈ ફેક્ટરી આ જ્યાં ઉપર બનશે તેવી જગ્યા પણ બતાવવામાં આવી હતી. ખોટા કાગડિયાઓ તૈયાર કરી તેમાં ફરિયાદીઓના નામનો ઉલ્લેખ કરી સાઈન સિક્કા કરી ફરિયાદી પાસે રૂપિયા 2.97 કરોડ પડાવી લીધા હતા.

મહત્વની વાત છે કે, આરોપી રાજેશકુમાર લાલ મદનલાલ કુંદનલાલ જેઓ પોતાને નિવૃત્ત આઇટી અધિકારી બતાવીને ફરિયાદી જોડે મીઠી વાતો કરીને સબંધ બનાવ્યા હતા. આરોપી રાજેશકુમાર પોતે ગુડગાંવમાં બેસ્ટેચ પાર્ક ખાતે આવેલી એપોનિક્સ લેબ્સ પ્રા.લિ. કંપનીના ચેરમેન અને ડિરેક્ટર છે. તેમનો પુત્ર પણ આ કંપનીનો ડિરેક્ટર છે. તેઓ એપોનિક્સ ઈ.વી. પ્રા.લિ. કંપનીના શેરહોલ્ડર પણ છે. સચિનના વાંઝ ખાતે તેઓનો પ્લાન્ટ આવેલો છે. તેમની કંપની ઇલેક્ટ્રિક વ્હીકલ સ્કૂટરના ઉત્પાદન સાથે સંકળાયેલો છે. આરોપી સામે પંજાબ અને દિલ્હીમાં પણ છેતરપિંડીની ફરિયાદો છે.

આ પણ વાંચો:

  1. અંકલેશ્વર MD ડ્રગ્સ કેસ: ત્રણ આરોપી ઝડપાયા, કોર્ટે 28 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા
  2. ભાવનગરઃ બે વર્ષથી આવાસ નહીં સોંપતા ભાડું અને લોનનો હપ્તો ભરતા લાભાર્થી: સ્માર્ટ મીટર અને નબળી ગુણવત્તા સામે વિરોધ

ABOUT THE AUTHOR

...view details