જામનગર: લાલપુર તાલુકાના ખાયડી ગામે હનુમાનજી મંદિર પાસે આવતીકાલે સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા 251 લોટી ઉત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમા રક્તદાન કેમ્પ,સંત સભા સન્માન અને કાનગોપી સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા. આ આયોજન સ્થળે 1.5 લાખ સ્કવેરફૂટ જગ્યામાં વિશાળ શમિયાણો અને 15 હજાર સ્કવેર ફૂટમાં વિશાળ પાર્કિંગ સુવિધા તૈયાયર કરવામાં આવી હતી. આ સાથે 800 કાર્યકર્તાઓ ખડેપગે રહ્યા હતા.આ ઉપરાંત ઇન્ડિયન ટ્રેડિશનલ વર્લ્ડ રેકોર્ડમાં લોટી ઉત્સવને સ્થાન મળ્યું છે.
લાલપુર ખાતે સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા, 251 લોટી ઉત્સવનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો - 251 Loti festival program held - 251 LOTI FESTIVAL PROGRAM HELD
લાલપુર તાલુકાના ખાયડી ગામે હનુમાનજી મંદિર પાસે આવતીકાલે સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા 251 લોટી ઉત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમા રક્તદાન કેમ્પ,સંત સભા સન્માન અને કાનગોપી સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા. આ આયોજન સ્થળે 1.5 લાખ સ્કવેરફૂટ જગ્યામાં વિશાળ શમિયાણો અને 15 હજાર સ્કવેર ફૂટમાં વિશાળ પાર્કિંગ સુવિધા તૈયાયર કરવામાં આવી હતી. 251 Loti festival program held
Published : Jun 2, 2024, 3:41 PM IST
ગાગીયા પરિવારનો અનોખો પ્રયાસ: જામનગરના લાલપુર ચોકડી પાસે સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા લોટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ જે પ્રકારે દેખાદેખીમાં લોકો ખોટા ખર્ચા કરી રહ્યા છે આ ખોટા ખર્ચા પર કાપ મુકવા માટે ગાગીયા પરિવાર દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 251 લોટીનો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાગીયા પરિવારના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઉત્સવમાં કેબિનેટ મંત્રી મૂળુ બેરા ઉપસ્થિત રહ્યા: આ પ્રસંગે સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કાનગોપી અને ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મૂળુ બેરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને હેમંત ખવા, મેયર વિનોદ ખીમસુરીયા, ચેરમેન નિલેશ કગથરા અને શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા તેમજ સાધુ સંતો લોટી ઉત્સવમાં પધાર્યા હતા. આ ઐતિહાસિક લોટી ઉત્સવને સફળ બનાવવા ભાવેશ ગાગીયા, કે.બી.ગાગીયા અને રાજુ ગાગીયા સહિત સમસ્ત ગાગીયા પરિવારે જહેમત ઉઠાવી હતી.