અમદાવાદઃ આજે 25મી જાન્યુઆરી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઉજવાય છે. આ સંદર્ભે ભાજપે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યુ. ભાજપ દ્વારા 'નમો નવ મતદાતા યુવા સંમેલન' કાર્યક્રમ યોજાયો.જેમાં વડા પ્રધાન મોદી વર્ચ્યૂઅલી જોડાયા હતા. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે યોજાનારા 'નમો નવ મતદાતા યુવા સંમેલન'માં હાજરી આપશે.
Ahmedabad News: આજે રાષ્ટ્રીય મતદાર દિવસ, ભાજપે યોજ્યું 'નમો નવ મતદાતા યુવા સંમેલન' - પીએમ મોદી
25મી જાન્યુઆરી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઉજવાય છે. લોકસભા ચૂંટણી અગાઉ ભાજપ એકશન મોડમાં છે. ભાજપે આજના દિવસ સંદર્ભે ખાસ 'નમો નવ મતદાતા યુવા સંમેલન' યોજ્યું છે. જેમાં વડા પ્રધાન વર્ચ્યૂઅલી જોડાયા હતા. વાંચો સમગ્ર સમચાર વિસ્તારપૂર્વક. 25 January Namo Nav Matdata Yuva Sammelan PM Modi CM Bhupendra Patel
Published : Jan 25, 2024, 2:56 PM IST
નવા મતદારો માટે ખાસ આયોજનઃલોકસભા ચૂંટણી 2024 સામે આવી રહી છે ત્યારે દરેક પક્ષ એકશન મોડમાં છે. ભાજપે ખાસ 'નમો નવ મતદાતા યુવા સંમેલન'નું આયોજન કર્યુ. જેમાં નવા મતદારોને ભાજપની ઉપલબ્ધિઓ અને મતદાનનું મહત્વ વર્ણવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાતમાં સૌથી વધુ 5 લાખ નવા મતદારો જોડાયા. આ સમગ્ર કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલી સંબોધન કર્યુ . મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ભાજપના આ કાર્યક્રમમાં સિલ્વર ઓક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે જોડાશે.
વડા પ્રધાનનું સંબોધનઃ વડા પ્રધાન મોદીએ આજના દિવસ અને આ કાર્યક્રમને નવા મતદાતાઓને નમન કરવાનો કાર્યક્રમ ગણાવ્યો. વડા પ્રધાને રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામનાઓ પાઠવી. વડા પ્રધાને 18થી 25 સુધીની ઉંમરને ખાસ ગણાવી. આ ઉંમરમાં અનેક પરિવર્તન આવતા હોય છે. હવે તમારુ નામ મતદારોની યાદીમાં જોડાયું છે તેથી તમારે હવે મોટી જવાબદારી નીભાવવાની છે. જિલ્લા, પ્રદેશ અને દેશની ચૂંટણીઓમાં તમારી જવાબદારી વધી જાય છે. તમારો વોટ નક્કી કરશે કે ભારતની કઈ દિશા હશે. આમ જણાવીને વડા પ્રધાને યુવા મતદારોનો ઉત્સાહ વધાર્યો હતો. વડા પ્રધાને યુવા મતદારોને તમારા એક વોટ સાથે વિકાસની દિશા જોડાયેલ હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નવા વોટર્સમાં યુવતીઓ જોડાઈ હતી.