ગુજરાત

gujarat

ETV Bharat / state

આંગળીના ઈશારે ઉડતો 'પતંગ', વડોદરાના આ યુવકે બનાવ્યો રીમોટ કંટ્રોલવાળો પતંગ - REMOTE CONTROL KITE

વડોદરાના પ્રિન્સ પંચાલ નામના એક યુવકે બેટરી સંચાલિત પતંગ તૈયાર કર્યો છે. જેને રીમોટ કંટ્રોલની મદદથી ઉડાડી શકાય છે.

વડોદરાના પ્રિન્સ પંચાલ નામના એક યુવકે બેટરી સંચાલિત પતંગ તૈયાર કરી
વડોદરાના પ્રિન્સ પંચાલ નામના એક યુવકે બેટરી સંચાલિત પતંગ તૈયાર કરી (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2025, 6:51 AM IST

વડોદરા:શહેરના એક યુવાને એક પણ ઠુમકો માર્યા વગર ઉંચે આકાશમાં આંબે તેવી પતંગ બનાવી છે. વડોદરાના પ્રિન્સ પંચાલ નામના એક યુવકે બેટરી સંચાલિત પતંગ તૈયાર કરી છે. જેને રીમોટ કંટ્રોલની મદદથી ઉડાડી શકાય છે. હવે પવન હોય કે ના હોય, પરંતુ તમારો પતંગ તો આકાશમાં ઉંચાઇએ ચગી જતો હોય છે. પતંગ ચગાવવા માટે પણ ટેક્નોલોજી આવી એ આશ્ચર્ય ગણાવી શકાય.

રીમોટ કંટ્રોલ સંચાલિત પતંગ: વડોદરાના પ્રિન્સ પંચાલએ પતંગ તૈયાર કરવા સંદર્ભે જણાવ્યું કે, મારા દાદા પતંગ બનાવતા હતા. અમે પતંગ અને પ્લેન બનાવીએ છીએ. મારી પાસે રીમોટ કંટ્રોલ સંચાલિત પતંગ છે. જેને જોતા તમને પતંગ ચગતો હશે, તેવું લાગશે. પરંતુ તેમાં દોરો નહીં હોય, તે માત્ર રીમોટથી ઉડતી પતંગ હશે. આ પતંગ બનાવવામાં મને 4 દિવસનો સમય લાગ્યો છે. કાર્બન ફાઇબરના રોડ ઉપર કપડું ચોંટાડીને આ પતંગ તૈયાર કરવામાં આવી છે. જે બેટરી સંચાલિત છે.

વડોદરાના પ્રિન્સ પંચાલ નામના એક યુવકે બેટરી સંચાલિત પતંગ તૈયાર કરી (ETV BHARAT GUJARAT)

રીમોટથી તરત પતંગ ચગવા માંડશે: ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ઉત્તરાયણ પર્વનું વિશેષ મહત્વ જોવા મળે છે. આ પર્વમાં પતંગના પેચ લડાવીને પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. મોટે ભારે ઉતરાયણ પર્વમાં કેટલીક વખત પવન ન હોવાથી પતંગ રસિયાઓ નિરાશ થતા હોય છે. ત્યારે ટેકનોલોજીના યુગમાં હવે ટેક્નોલોજીના સહારે વગર દોરાએ ઉડતી પતંગ માર્કેટમાં આવી ગઇ છે. જેને ઉડાડવા માટે પવનની કે દોરાની જરૂર નથી. માત્ર હાથમાં રાખેલા રીમોટનું બટન ઓન કરો કે, તુરંત પતંગ ચગવા માંડશે. અને જોત જોતામાં વગર પવને પણ ઉંચાઇ ઉડતી પતંગ જોવા મળે છે.

પતંગમાં નાયલોન ફેબ્રિક વાપરવામાં આવ્યું: પ્રિન્સ પંચાલે જણાવ્યું કે, આ પતંગ બનાવવામાં મારે 4 દિવસમો સમય લાગ્યો છે. રીમોટની સાથે પતંગ રુ. 10.000માં થયો છે. આ પતંગ કાર્બન કાર્બન ફાઈબર રોડમાથી બનાવ્યો છે. આ પતંગમાં કાગળની જગ્યાએ નાયલોન ફેબ્રિક કાપડ વાપરવામાં આવ્યું છે અને એ બેટરીના માધ્યમથી ઊડે છે, સાથે મોટરના માધ્યમથી પતંગ ઉપર જાય છે. આ પતંગ ડાબી અને જમણી બંને બાજુ ઉડાવી શકાય છે.

આ પણ વાંચો:

  1. ઓટો રીક્ષા યુનિયનોએ હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા, ફ્લેગ મીટર લગાવવાના નિર્ણયને પડકાર્યો
  2. વડોદરા હરણી બોટકાંડને 1 વર્ષ પૂર્ણ થવાને આરે, દોષિતોને ન્યાય અને વળતર માટે પરિજનોના વલખાં

ABOUT THE AUTHOR

...view details