ગુજરાત

gujarat

ETV Bharat / state

લખપતમાં ભેદી બિમારીથી 12 લોકોના મોતનો દાવો, આરોગ્ય વિભાગ દોડતું થયું - kutch news - KUTCH NEWS

કચ્છના લખપતમાં ન્યુમોનિયાએ કહેર મચાવ્યો છે. કચ્છના લખપત તાલુકાના ભેખડા ગામે છેલ્લા 4 દિવસથી ન્યુમોનિયાના લીધે 12 લોકોના મોત થયા હોવાનો કોંગ્રેસના સદસ્યએ દાવો કર્યો છે અને ન્યુમોનિયાને લીધે 12ના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિદ્રાધીન છે તેવા આક્ષેપો કર્યા છે. જાણો સમગ્ર માહિતી...,12 people died due to pneumonia fever

લખપતમાં ભેદી બિમારીથી 12 લોકોના મોતને દાવો
લખપતમાં ભેદી બિમારીથી 12 લોકોના મોતને દાવો (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2024, 3:44 PM IST

લખપતમાં ભેદી બિમારીથી 12 લોકોના મોતને દાવો (ETV Bharat Gujarat)

કચ્છ: રાજ્યમાં વરસાદ બાદ મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે. અને રોગચાળો વક્રે છે. ત્યારે કચ્છના લખપતમાં ન્યુમોનિયાએ કહેર મચાવ્યો છે. કચ્છના ભેગડા ગામે છેલ્લા 4 દિવસથી ન્યુમોનિયાના લીધે 12 લોકોના મોત થયા હોવાનો કોંગ્રેસના સદસ્યએ દાવો કર્યો છે અને ન્યુમોનિયાને લીધે 12ના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિદ્રાધીન છે તેવા આક્ષેપો કર્યા છે. તો લખપતના ભેખડા, સાન્ધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે.

જિલ્લા પંચાયત પાનધ્રો સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે જાણ કરીને પત્ર લખ્યો છે. પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર પણ કરવામાં આવી છે.

સારવાર લઈ રહેલા દર્દી (ETV Bharat Gujarat)

લખપતમાં તાવ બાદ મૃત્યુથી ચકચાર: લખપત તાલુકાના ભેખડા ગામે છેલ્લા ચાર દિવસમાં ભેદી બિમારી બાદ પાંચ જેટલાના મૃત્યુ થતાં જત સમાજ સહિત આખા તાલુકામાં ગમગીની છવાઇ ગઈ છે. તાવ આવ્યા બાદ આ દર્દીઓનાં મૃત્યુ થયા છે તેવી ચર્ચા થઈ રહી છે. કચ્છ નાનકડા એવા ભેખડા ગામમાં આરોગ્ય વિભાગની બે એમ્બ્યુલન્સ સાથે ટીમ પણ વધુ તપાસ માટે પહોંચી હતી.

આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં (ETV Bharat Gujarat)

મૃત્યુ પામનારની યાદી:મૃત્યુ પામનાર લોકોમાં 18 વર્ષીય જત શકુર મામદ, 20 વર્ષીય જુનુસ મામદ જત, 18 વર્ષના મુસ્તાક લુકમાન જત, 50 વર્ષના જત સુલેમાન લાણા તેમજ 7 વર્ષીય અમીનાબાઇ જતનો સમાવેશ થાય છે. ચાર વ્યક્તિ ન્યુમોનિયા તાવ આવ્યા બાદ મૃત્યુ પામ્યા છે તેમજ સુલેમાન લાણા જતનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની વાત ગ્રામજનોએ કરી હતી.

તાવ ન મટતા મૃત્યુ થયું:લખપત તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય હુસેન રાયમાએ જણાવ્યું હતું કે તાવના દર્દીઓને પહેલાં સારવાર માટે વર્માનગર ખાતે ખાનગી દવાખાનામાં દાખલ કરાયો હતો. ત્યાં દર્દીઓને ફરક ન પડતા દયાપર સી.એચ.સી.લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી ભુજની જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી એક દર્દીને અમદાવાદ સુધી પણ સારવાર માટે લઇ જવામાં આવ્યું હતું. દર્દીઓને કોઈ પણ સ્થળે તાવ ન મટતાં તેમનું મૃત્યુ થયું હતું.

ભુજ-અમદાવાદ સુધી સારવાર ન થઈ: જિલ્લા પંચાયતના સભ્ય મામદ જુંગ જતે જણાવ્યું હતું કે, "આ બિમારીનું સચોટ નિદાન ડોક્ટરો કરી શક્યા નથી એવું લાગી રહ્યું છે. સવારે ભેખડા ગામની બાજુમાં આવેલા સાન્ધ્રો ગામે એક 12 વર્ષીય આધમ જાકીર હુસેન જતનું પણ મૃત્યુ થયું હતું. તે આધમ જતના દાદા ખેરૂ જત જે જત સમાજના પીઢ અગ્રણી છે. લોકોના મનમાં અને મુખે એક જ વાત છે કે આ તો કેવા પ્રકારનો તાવ છે જેની સારવાર ભુજ-અમદાવાદ સુધી ન થઇ."

બિમારીમાં મૃત્યુ પામનાર દર્દીઓના લક્ષણો:ઉલ્લેખનીય છે કે બિમારીમાં મૃત્યુ પામનાર દર્દીઓને તાવ, શરદી, કફ, ન્યુમોનિયાની સાથે યુવાન દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઇ હતી. જેથી શ્વાસોશ્વાસમાં તકલીફ પડી હતી અને ફેફસાં-લીવર સહિતને નુકસાન થતાં દર્દીઓ મોતને ભેટયા છે. બીજી બાજુ લખપત તાલુકામાં તાવના કેસો વચ્ચે તાલુકાના મેડી ગામે તાવનાં દર્દી જત અબ્દુલા સિધિકનું મૃત્યુ થયું હતું તેમજ મોરગરવાંઢના 48 વર્ષીય મુકિમ હિયાત જતનું બે દિવસ તાવ આવતાં મોત થયું હતું. આમ જત સમાજના એકસાથે તાવ જેવી બિમારીથી આઠ વ્યક્તિનાં મોત થયા છે. તાલુકામાં આરોગ્ય વિભાગ ક્યા પ્રકારનો તાવ દર્દીઓને હતો તેની માહિતી આપી શકતો નથી.

રિપોર્ટ બાદ જાણવા મળશે સાચી પરિસ્થિતિ: આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી ન્યુમોનિયાના કારણે આ મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું નથી અને આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે કે ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ હકીકત સામે આવી શકે કે મૃત્યુ પામનાર લોકોના મૃત્યુ ન્યુમોનિયાના કારણે થયા છે કે પછી અન્ય કોઈ કારણોસર. હાલમાં આરોગ્ય વિભાગની ટીમો પણ આ ગામોમાં તપાસ કરી રહી છે.

આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમો સર્વેલન્સ કરી રહી છે: કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવી ગંભીર બીમારીના કારણે મોત થઈ રહ્યા છે ત્યારે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી રજા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. કચ્છ કલેકટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે "લખપત તાલુકાના ગામોમાં જત કોમ્યુનિટીમાં આ રોગના કારણે મોત થઈ રહ્યા છે ત્યારે પરિવારજનોના ડેન્ગ્યુ, મલેરિયા, H1N1 સ્વાઈન ફ્લૂ તેમજ ન્યુમોનિયા સંબંધિત સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમો સર્વેલન્સ કરી રહી છે. સાથે સાથે જ સ્ટેટ વિભાગની ટીમો પણ સર્વે માટે તેમજ વધુ ચકાસણી માટે ત્યાં પહોંચી છે. સાથે સાથે મંગવાણા અને દયાપર પીએસસી સેન્ટરના ડોક્ટરોને પણ ઓપીડી ચેકઅપ માટે કાર્યરત કરવામાં આવ્યા છે. હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનું કચ્છ કલેકટરે જણાવ્યું હતું.

આ પણ વાંચો:

  1. કચ્છ જિલ્લાના લખપતમાં 4 દિવસમાં 12 જેટલા મૃત્યુ, ઋષિકેશ પટેલે આપ્યું નિવેદન - 12 people died in Kutch
  2. શ્વાનને બચાવવા જતાં એમ્બ્યુલન્સ પોતે જ પલટી, એમ્બ્યુલન્સમાં ચાલક સહિત 2 લોકો સવાર હતા - Ambulance overturning accident

ABOUT THE AUTHOR

...view details