નવસારી:જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે બે દિવસ અગાઉ નવસારીની નદીઓમાં પૂરની સ્થિતિ બની હતી. વરસાદ બાદ પૂરના પાણી તો ઓસરી ગયા, પરંતુ હજી પણ નદીઓના જળસ્તરને કારણે લો લેવલ બ્રિજ નદીના પાણીમાં ગરકાવ રહેતા ગ્રામીણોની મુશ્કેલીમાં ઘટાડો થયો નથી. નવસારી તાલુકાના સુપા અને કુરેલ ગામને જોડતો પૂર્ણા નદીનો લો લેવલ બ્રિજ હજી પણ પાણીમાં ગરકાવ રહેવાને કારણે રસ્તો બંધ રહેતા કુરેલ, વચ્છરવાડ સહિતના ગામડાઓને લાંબો રસ્તો અપનાવવો પડી રહ્યો છે. આ જ પ્રમાણે નવસારી તાલુકાના કુલ 4, જલાલપોરના 4, ગણદેવી ખેરગામ અને વાંસદા તાલુકાના 1-1 એ પ્રમાણે જિલ્લા પંચાયત હસ્તકના કુલ 11 રસ્તાઓ હજી પણ વાહન વ્યવહાર માટે બંધ છે. જેથી 11 રસ્તાઓ સંલગ્ન આવતા ગામડાઓને મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે.
ઓવરટેપિંગના કારણે રસ્તાઓ હજુ 11 જેટલા માર્ગો બંધ:
- નવસારી તાલુકાના 4 રસ્તા બંધ
- લાલપોર તાલુકાના 4 રસ્તા બંધ
- ગણદેવીનો 1 રસ્તો બંધ
- ખેરગામનો 1 રસ્તો બંધ
- વાંસદાનો 1 રસ્તો બંધ