ગુજરાત

gujarat

દાહોદ જિલ્લામાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી - Yoga Day was celebrated in Dahod

By ETV Bharat Gujarati Team

Published : Jun 21, 2024, 7:54 PM IST

દાહોદમાં મંત્રી બચુભાઈ ખાબડ, પંચાયત અને કૃષિ વિભાગની ઉપસ્થિતિમાં તેમજ "સ્વયં અને સમાજ માટે યોગ"ની થીમ હેઠળ જિલ્લા કક્ષાની 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

દાહોદ: દાહોદ જિલ્લામાં દાહોદના હાર્દ તેમજ ઓળખ સમા ઐતિહાસિક છાબ તળાવ ખાતે કુદરતી, ખુશનુમા-શીતળ વાતાવરણ અને પક્ષીઓના મીઠા કલરવ વચ્ચે મંત્રી બચુભાઈ ખાબડ, પંચાયત અને કૃષિ વિભાગની ઉપસ્થિતિમાં તેમજ સ્વયં અને સમાજ માટે યોગની થીમ હેઠળ જિલ્લા કક્ષાની 10 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યોગ શિક્ષક દ્વારા યોગની વિવિધ પ્રકારની મુદ્રાઓ કરાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પંચાયત અને કૃષિ વિભાગના રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે યોગ દિવસની શુભેચ્છા પાઠવતા પ્રાસંગિક ઉદ્દબોધન આપતાં કહ્યું કે, મન, વચન, કર્મ, આત્માને પરમાત્મા સાથે જોડવા માટે યોગ કરવો જરૂરી છે. 21 મી જૂન 2021માં રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર સમાજ યોગ દ્વારા પોતાની તંદુરસ્તી સાથે સમાજની તંદુરસ્તી માટે યોગ કરવા જોડાય તો આપણો સમાજ નિરોગી અને સ્વસ્થ રહેશે. ફક્ત આજના દિવસ પૂરતા જ નહીં પરંતુ નિયમિત રીતે આપણે અને આપણો પરિવાર પણ યોગમાં જોડાય તે જરૂરી છે. યોગ એ આપણા આરોગ્ય અને સુખાકારી જીવન માટે મહત્વનું છે. આપણી સરકાર આપણા સૌના સારા સ્વાસ્થ્ય માટે કટીબદ્ધ બની છે.

આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રારંભિક પ્રવચન આપતાં કલેકટર યોગેશ નિરગુડેએ કહ્યું હતું કે, યોગ એ આપણી પ્રાચીન જીવન પદ્ધતિ છે, જેમ શારીરિક રીતે સ્વસ્થ થવા કસરત ની જરૂર છે તેમ માનસિક સ્વસ્થતા માટે યોગ કરવો જરૂરી છે. જીવનમાં સ્વસ્થ રહેવા માટે યોગ અને પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે. દરરોજ યોગ અને પ્રાણાયામ કરનાર વ્યક્તિઓ તંદુરસ્ત રહે છે. નાગરિકો યોગ પ્રત્યે જાગૃતિ કેળવે અને નિયમિતપણે યોગ કરે એ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

આ કાર્યક્રમ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, ડી. આર. ડી. એ. નિયામક બી. એમ. પટેલ, સંકલનના તમામ અધિકારીઓ, બ્રહ્માકુમારી ટીમ તેમજ અસંખ્ય સંખ્યામાં નાગરિકો, શિક્ષકો, પોલીસ વિભાગ તેમજ વિદ્યાર્થીઓએ યોગની વિવિધ મુદ્રાઓ કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનીયા હતા.

  1. મનો દિવ્યાંગ બાળકોએ આજે યોગ કરીને ઉજવ્યો "વિશ્વ યોગ દિવસ", શહેરના નાગરિકો પણ આ યોગ કાર્યક્રમમાં જોડાયા - International day of yoga 2024

ABOUT THE AUTHOR

...view details