'મેક ઇન ઇન્ડિયા' સ્ટીલના પુલનું લોકાર્પણ : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બન્યો ખાસ બ્રિજ - Make in India - MAKE IN INDIA
"મેક ઇન ઇન્ડિયા" પહેલ હેઠળ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સેલવાસ નજીક 100 મીટર લંબાઈ ધરાવતા સ્ટીલના પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજમાં 1464 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જુઓ આ બ્રિજની વિગત
સેલવાસ :મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે દાદરા અને નગર હવેલીના સેલવાસ નજીક 100 મીટર લંબાઈ ધરાવતા સ્ટીલના પુલનું ગત 25 ઓગસ્ટના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજને ટ્રેલર્સ પર લાદીને સ્થાપના માટે સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો. બુલેટ ટ્રેન કોરિડોર માટે પૂર્ણ થયેલા 28 સ્ટીલના પુલમાંથી આ ચોથો પુલ છે.
'મેક ઇન ઇન્ડિયા' સ્ટીલના પુલનું લોકાર્પણ (NHSRCL)
'મેક ઇન ઇન્ડિયા' મિશન :જાપાનની કુશળતાનો ઉપયોગ કરીને ભારત "મેક ઇન ઇન્ડિયા" પહેલ હેઠળ માળખાગત સુવિધાનું નિર્માણ કરવા માટે તેના પોતાના ટેકનિકલ અને ભૌતિક સંસાધનોનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનો સ્ટીલનો પુલ આ પ્રયાસનું એક મોટું ઉદાહરણ છે.
સ્ટીલના પુલનું લોકાર્પણ : આ સ્ટીલનો પુલ 14.6 મીટર ઊંચાઈ અને 14.3 મીટર પહોળાઈ ધરાવે છે. આ 1464 મેટ્રિક ટન સ્ટીલનો પુલ તામિલનાડુના ત્રિચીના વર્કશોપમાં બનાવવામાં આવ્યો છે. આ બ્રિજમાં કોઈપણ વચગાળાના સપોર્ટને ટાળવા માટે 84 મીટર સુધી ફેલાયેલું અને 600 MT વજન ધરાવતું કામચલાઉ લોન્ચિંગ નોઝ મુખ્ય પુલ સાથે જોડવામાં આવ્યું. લોકાર્પણ દરમિયાન પુલને મજબૂત બનાવવા માટે વધારાના અસ્થાયી સ્તંભ પણ સ્થાપિત કરવામાં આવ્યા હતા.
સ્થળ
લોન્ચિંગ તારીખ
બ્રિજની લંબાઈ
બ્રિજનું વજન
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 53, સુરત
3 ઓક્ટોબર, 2023
70 મીટર
673 મેટ્રિક ટન
નડિયાદ નજીક ભારતીય રેલવેની વડોદરા-અમદાવાદ મુખ્ય લાઇન
14 એપ્રિલ, 2024
100 મીટર
1486 મેટ્રિક ટન
વડોદરા નજીક દિલ્હી-મુંબઈ નેશનલ એક્સપ્રેસ વે
23 જૂન, 2024
130 મીટર
3000 મેટ્રિક ટન
દાદરા અને નગર હવેલીમાં સેલવાસ નજીક
25 ઓગસ્ટ, 2024
100 મીટર
1464 મેટ્રિક ટન
કુલ 27,500 નંગ HSFG (ઉચ્ચ-બળ ઘર્ષણ પકડ)ના બોલ્ટ્સનો ઉપયોગ પ્રક્ષેપણ નોઝના ઘટકો અને આશરે 55,250 નંબરને જોડવા માટે કરવામાં આવ્યો હતો. મુખ્ય પુલ માટે C5 પધ્ધતિ કલરકામ અને ઇલાસ્ટોમેરિક બેરિંગ્સ સાથેના ટોર-શિયર ટાઇપ ઉચ્ચ-બળ (TTHS) બોલ્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બન્યો ખાસ બ્રિજ (NHSRCL)
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ :સ્ટીલના પુલને લોન્ચિંગ નોઝ સાથે જમીનથી 14.5 મીટરની ઊંચાઈએ સ્થળ નજીક કામચલાઉ ટ્રેસ્ટલ્સ પર જોડાવામાં આવ્યો હતો. સાથે જ તેને 2 નંબરના સેમી-ઓટોમેટિક જેકની ઓટોમેટિક મિકેનિઝમ સાથે ખેંચવામાં આવ્યો હતો, જે દરેક મેક-એલોય બારનો ઉપયોગ કરીને 250 ટનની ક્ષમતા ધરાવે છે. સલામતી અને ઇજનેરી ઉત્કૃષ્ટતાના અત્યંત ધોરણોને જાળવી રાખીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સાવચેતીપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.