ગુજરાત

gujarat

અમદાવાદમાં ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, પેડલર્સની તરકીબ જોઇને પોલીસ પણ ચકરાવે ચઢી - Drugs in Ahmedabad

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2024, 7:22 PM IST

રાજ્ય અવાર નવાર લાખો- કરોડોનું ડ્રગ્સ ઝડપાય છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં ડ્રગ્સ સરળતાથી ઉપલબ્ધ થઇ રહ્યું છે. - Drugs in Ahmedabad

અમદાવાદમાં ફરી ડ્રગ્સ પકડાયું
અમદાવાદમાં ફરી ડ્રગ્સ પકડાયું (Etv Bharat Gujarat)

અમદાવાદમાં ફરી ડ્રગ્સ પકડાયું (Etv Bharat Gujarat)

અમદાવાદઃડ્રગ્સ પેડલર્સ માટે ગુજરાતનો દરિયો આશિર્વાદ બન્યો છે, આ ઉપરાંત રોડ માર્ગે પણ ડ્રગ્સ સહિતના નશીલા પદાર્શો ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરખેજ વિસ્તારમાં 1 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડ્રગ્સ પેડલર્સએ એવી તરકીબ અપનાવી હતી કે તમે જોઇને ચોંકી જોશો.

અમદાવાદમાં ફરી ડ્રગ્સ પકડાયું (Etv Bharat Gujarat)

વધુ એકવાર ક્રાઈમ બ્રાન્ચને ડ્રગ્સ પકડવામાં મળી સફળતાઃ ડ્રગ્સના દૂષણને નાથવા માટે અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને 1 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. ક્રાઇમ બ્રાન્ચે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુવાદી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ડ્રગ્સ પહોંચાડનાર અતિક નામનો આરોપી ફરાર થઇ ગયો હતો.

અમદાવાદમાં ફરી ડ્રગ્સ પકડાયું (Etv Bharat Gujarat)

ડ્રગ પેડલર્સે અપનાવી નવી તરકીબઃ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે, જયપુર-રતલામ રૂટથી અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હતો. ડ્રગ્સ માફિયાએ આ વખતે નવી જ તરકીબ અપનાવી હતી. આ તરકીબ જોઇને ભલભલા અચંબિત થઇ જાય. કોઇએ પણ વિચાર્યું ન હોય એમ ઇકો ગાડીના ટાયરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ઇકો ગાડીની તલાશી લેતાં ટાયર ખોલીને જોયું તો ઘટનાસ્થળે હાજર સ્ટાફ અચંબામાં મુકાઇ ગયો હતો.

આ પણ વાંચો:

  1. વિસરાયેલી રમતોમાં વિઘ્નહર્તાની મૂરત, દર્શનની સાથે જ થઈ આવે છે બાળપણનું સંસ્મરણ - ganesh mahotsav 2024
  2. માઈ ભક્તો માટે અદ્ભુત સુવિધા : માત્ર ક્યુઆર કોડ સ્કેન કરી મેળવો ભાદરવી પૂનમ મેળાની તમામ માહિતી - Ambaji Bhadravi Poonam Mela

ABOUT THE AUTHOR

...view details