ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND VS AUS 2nd Test: ભારત સામેની 'ડે-નાઈટ' ટેસ્ટમાં કાંગારૂ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા, કેમ? - AUSTRALIA WEAR BLACK ARMBANDS

ભારત - ઓસ્ટ્રેલિયા પિન્ક બોલ ટેસ્ટ મેચનો આજે પ્રથમ દિવસ છે, જેમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ બ્લેક પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા. જાણો શા માટે...

ભારત - ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ
ભારત - ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ ((AP Photo))

By ETV Bharat Sports Team

Published : Dec 6, 2024, 3:05 PM IST

એડિલેડ (ઓસ્ટ્રેલિયા):ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ આજથી એડિલેડ મેદાન પર શરૂ થઈ છે. ગુલાબી બોલથી રમાઈ રહેલી આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ મેચમાં જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ મેદાનમાં ઉતરી ત્યારે તમામના હાથ કાળી પટ્ટીથી બાંધી દેવામાં આવ્યા હતા, જે બાદ એક ખાસ કારણ સામે આવ્યું હતું.

હ્યૂગ્સની 10મી એનિવર્સરી ઇવેન્ટઃ

10 વર્ષ પહેલા શેફિલ્ડ શીલ્ડ મેચમાં ફિલિપ હ્યૂગ્સનું મેદાન પર બેટિંગ કરતી વખતે બાઉન્સર બોલ લાગવાથી મૃત્યુ થયું હતું. ત્યારે સમગ્ર ક્રિકેટ જગત આઘાતમાં હતું અને ભારતીય ટીમ પણ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. હ્યૂગ્સની 10મી વર્ષગાંઠ પર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેની વર્ષગાંઠ પર એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ તેમણે સન્માન આપવા માટે ભારત સામે એડિલેડ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. હ્યૂગ્સ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે ઓસ્ટ્રેલિયા માટે 26 ટેસ્ટ રમ્યા હતા.

ફિલિપ હ્યૂગ્સની આંતરરાષ્ટ્રીય કારકિર્દીઃ

ભૂતપૂર્વ ડાબોડી ઓપનર ફિલ હ્યુજીસ ઓસ્ટ્રેલિયા માટે 26 ટેસ્ટ રમ્યા હતા. જેમાં તેમણે 3 સદી અને 7 અડધી સદી સહિત 1535 રન બનાવ્યા હતા. હ્યુજીસના નામે 25 વનડે મેચોમાં 826 રન છે. હ્યૂગ્સે વનડેમાં 2 સદી અને 4 અર્ધસદી ફટકારી છે. ટેસ્ટમાં હ્યૂગ્સનો સર્વશ્રેષ્ઠ સ્કોર 161 રન હતો જ્યારે વનડેમાં તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ 138 રન અણનમ રહી હતી.

એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની શાનદાર શરૂઆતઃ

ઓસ્ટ્રેલિયાની ટીમે એડિલેડ ટેસ્ટ મેચમાં શાનદાર શરૂઆત કરી હતી અને પ્રથમ સત્રના અંતે 4 ભારતીય ખેલાડીઓને પેવેલિયન બતાવ્યા હતા. ભારતીય ટીમે 82 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે પ્રથમ સેશનમાં 3 વિકેટ ઝડપી હતી જ્યારે સ્કોટ બોલેન્ડે પણ એક વિકેટ ઝડપી હતી. આ મેચમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો છે.

આ પણ વાંચો:

  1. આજના દિવસે ભારતીય ટીમના આ ત્રણ સ્ટાર ખેલાડીઓએ લીધો હતો જન્મ, જાણો તેમના વિશે રોમાંચક વાતો
  2. પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની 'અ'યશસ્વી શરૂઆત… ભારત - ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટ મેચ ફ્રીમાં અહીં જોવા મળશે લાઈવ

ABOUT THE AUTHOR

...view details