ગુજરાત

gujarat

ETV Bharat / sports

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL 2025 ક્યારે શરૂ થશે? BCCIએ જાહેર કરી તારીખ - IPL 2025 STARTING DATE

IPL 2025ની તારીખોને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈએ ટીમોને ઈમેલ મોકલીને ટૂર્નામેન્ટની તારીખોની જાણકારી આપી છે. BCCI confirms dates For IPL

આઈપીએલ 2025
આઈપીએલ 2025 (ANI)

By ETV Bharat Sports Team

Published : Nov 22, 2024, 2:52 PM IST

મુંબઈ: IPL 2025 માટે મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે થશે. જેમાં કુલ 574 ખેલાડીઓની હરાજી થશે. દરમિયાન, BCCIએ આગામી ત્રણ સિઝન માટે કેટલીક મહત્વપૂર્ણ તારીખોની જાહેરાત કરી છે. IPL માટે આ એક મોટું પગલું છે, આવું પહેલા ક્યારેય બન્યું નથી. IPLની જાહેર કરેલી તારીખો અનુસાર, 2025 IPL 14 માર્ચથી શરૂ થશે અને 25 મેના રોજ ફાઇનલ રમાશે. જ્યારે 2026ની સિઝન 15 માર્ચથી 31 મે દરમિયાન રમાશે, જ્યારે 2027ની સિઝન 14 માર્ચથી 30 મે દરમિયાન રમાશે.

આગામી સિઝનમાં વધુ મેચો રમાશે:

ગુરુવારે ફ્રેન્ચાઇઝીઓને મોકલવામાં આવેલા એક ઇમેઇલમાં, IPL એ ટૂર્નામેન્ટ માટેની તારીખોની વિન્ડો આપી છે, ESPN ક્રિકઇન્ફોના અહેવાલમાં અનુસાર આ છેલ્લી તારીખ હોવાની શક્યતા છે. IPL 2025માં કુલ 74 મેચો રમાશે. આ છેલ્લી ત્રણ સિઝનમાં રમાયેલી મેચોની સંખ્યા છે. જ્યારે બીસીસીઆઈએ તેના અધિકારો વેચ્યા હતા, ત્યારે એક સિઝનમાં 84 મેચ રમવાની વાત થઈ હતી, પરંતુ હજુ સુધી આવું થયું નથી.

IPL હરાજી દરેકનું ધ્યાન ખેંચે છે:

ચાહકો હંમેશા વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ, IPLની આતુરતાથી રાહ જુએ છે. IPL એ વિશ્વભરના ક્રિકેટરોને એક મહાન પ્લેટફોર્મ આપ્યું છે. આમાં રમતા ખેલાડીઓને પૈસા અને પ્રસિદ્ધિ બંને મળે છે. IPLમાં ખેલાડીઓને જાળવી રાખ્યા બાદ હવે ચાહકોની નજર મેગા ઓક્શન પર ટકેલી છે. આ હરાજીમાં ઘણી ફ્રેન્ચાઈઝી સંપૂર્ણપણે નવી ટીમો બનાવે તેવી અપેક્ષા છે અને ઘણા મોંઘા ખેલાડીઓ પણ ખરીદવામાં આવે તેવી અપેક્ષા છે.

હરાજીમાં ઘણા ખેલાડીઓઃ

આ વખતે મેગા ઓક્શનમાં 574 ખેલાડીઓમાંથી 48 કેપ્ડ ભારતીય ખેલાડીઓ, 193 કેપ્ડ વિદેશી ખેલાડીઓ, 3 એસોસિયેટ નેશનલ પ્લેયર્સ, 318 અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ અને 12 અનકેપ્ડ વિદેશી ખેલાડીઓ સામેલ છે. આમાંથી માત્ર 204 ખેલાડીઓ જ ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. જેમાંથી 70 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.

આ પણ વાંચો:

  1. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરતાં 10 ગણું મોંઘું છે પર્થનું ઓપ્ટસ સ્ટેડિયમ, જાણો કેટલી છે તેની કિંમત?
  2. 1947 થી 2021... બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રીકેપ, ભારતના ભૂતકાળના ઓસ્ટ્રેલિયા પ્રવાસો પર એક નજર

ABOUT THE AUTHOR

...view details