નવી દિલ્હી:T20 વર્લ્ડ કપ 2024ની સૌથી મોટી મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. બંને દેશના ચાહકો આ રોમાંચક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને મોંઘી ટિકિટો ખરીદીને અમેરિકા પહોંચી ગયા છે. પાકિસ્તાનની ટીમ આજની મેચ કોઈપણ ભોગે જીતવા માંગશે કારણ કે તે યુએસએ સામેની પ્રથમ મેચ હારી ગઈ છે.
ભારતીય ટીમ પાકિસ્તાન પર ભારે:2007માં T20 વર્લ્ડ કપ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 8 વર્લ્ડ કપ રમાઈ ચૂક્યા છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી બંને ટીમો 7 વખત સામસામે આવી ચુકી છે, જેમાંથી ભારતે 6 વખત જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાન માત્ર એક જ વખત જીત્યું છે. આજે આઠમી મેચમાં ભારત આ આંકડો આગળ વધારીને 7-1 કરવા ઈચ્છશે.
મેચો ક્યારે યોજાઈ હતી: T20 વર્લ્ડ કપ 2007માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 મેચ રમાઈ હતી. જેમાં બંનેમાં ભારતનો વિજય થયો હતો. ભારતે પ્રથમ મેચ બોલ્ડ આઉટ કરીને જીતી હતી. જ્યારે બીજી મેચ ફાઇનલમાં હતી જ્યાં ભારતે 5 રને હરાવીને પ્રથમ ટાઇટલ જીત્યું હતું. બંને ટીમો વચ્ચે ત્રીજી મેચ 2012માં કોલંબોમાં રમાઈ હતી. અહીં પણ ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું.
બાંગ્લાદેશમાં 2014ના વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે ચોથી મેચ રમાઈ હતી. જ્યાં ભારતે ફરીથી મીરપુરમાં 7 વિકેટે જીત મેળવી હતી. પાંચમી મેચ 2016માં કોલકાતામાં થઈ હતી, અહીં પણ ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું.
પાકિસ્તાને વર્લ્ડ કપ 2021માં પ્રથમ મેચ જીતી:T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાનને ભારત સામે પ્રથમ જીત મળી હતી. 2007થી 14 વર્ષની રાહ જોયા બાદ પાકિસ્તાને ભારત સામે જીત મેળવી હતી. દુબઈમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને 10 વિકેટે જીત મેળવી હતી. જે બાદ બીજા જ વર્ષે 2022માં ભારતે ફરી પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું.
- ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચનો રોમાંચ, અમદાવાદીઓએ શું કહ્યું... - T20 Cricket World Cup 2024