મેલબોર્ન: પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ શરૂ કરવા માટે તૈયાર છે. મોહમ્મદ રિઝવાનની કપ્તાની હેઠળ પાકિસ્તાનની ટીમ આ પ્રવાસમાં ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમશે. પ્રથમ વનડે મેચ સોમવારે 4 નવેમ્બરે મેલબોર્નમાં રમાશે. ઓસ્ટ્રેલિયા બાદ પાકિસ્તાનની ટીમે પણ આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાને તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે તે શ્રેણીમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું. તેનાથી પાકિસ્તાન ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે.
Left-arm pace royalty at the MCG 🤝✨#AUSvPAK pic.twitter.com/41pn1cKjon
— Pakistan Cricket (@TheRealPCB) November 2, 2024
અનુભવી ખેલાડીઓની વાપસીઃ
બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી અને નસીમ શાહ આ મેચમાં પાકિસ્તાન ટીમ માટે પરત ફર્યા છે. જેના કારણે પાકિસ્તાનની ટીમ શ્રેણીની પ્રથમ મેચ માટે મજબૂત બની છે. વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે આગા સલમાન વાઇસ કેપ્ટન હશે. આ સાથે બે યુવા ખેલાડી સેમ અયુબ અને મોહમ્મદ ઈરફાન ખાન પણ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
The men’s national selection committee has confirmed Pakistan’s playing XI for the first ODI against Australia.#AUSvPAK pic.twitter.com/kxiX9E2OGc
— Pakistan Cricket (@TheRealPCB) November 3, 2024
રિઝવાનની કેપ્ટન તરીકે નિમણૂકઃ
તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોહમ્મદ રિઝવાનને ODI અને T20 ફોર્મેટના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે અને આ તેની પ્રથમ લિટમસ ટેસ્ટ હશે. તે જ સમયે, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પદાર્પણ કરનાર કામરાન ગુલામને પણ પ્રથમ વનડે માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને પાકિસ્તાની ચાહકોની નજર ફરી એકવાર તેના પર રહેશે.
હેડ-ટુ-હેડ રેકોર્ડઃ
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 108 ODI મેચ રમાઈ છે. આ રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયાએ 70 મેચ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે જ્યારે પાકિસ્તાન 34 મેચ જીતવામાં સફળ રહ્યું છે. આ સિવાય 3 મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું જ્યારે એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર પાકિસ્તાનનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે. પાકિસ્તાને અહીં રમાયેલી 56 ODI મેચમાંથી માત્ર 17 જ જીતી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમે મોહમ્મદ રિઝવાનના નેતૃત્વમાં કંઈક મહત્વનું પ્રદર્શન કરવું પડશે.
One practice at a time as we look to take on Australia in the ODI series! 🌟🏏#AUSvPAK pic.twitter.com/xGgOvOGebg
— Pakistan Cricket (@TheRealPCB) November 2, 2024
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ODI માટે પાકિસ્તાન ટીમની પ્લેઈંગ 11:
મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), અબ્દુલ્લા શફીક, સામ અયુબ, બાબર આઝમ, કામરાન ગુલામ, આગા સલમાન (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ ઈરફાન ખાન, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ અને મોહમ્મદ હસનૈન.
પ્રથમ ODI માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન:
મેથ્યુ શોર્ટ, જેક ફ્રેઝર-મેકગર્ક, સ્ટીવ સ્મિથ, જોશ ઇંગ્લિસ (વિકેટ કીપર), માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, એરોન હાર્ડી, પેટ કમિન્સ (સી), સીન એબોટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.
આ પણ વાંચો: