નવી દિલ્હી:T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. તે પહેલા આવતીકાલે ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની કપ્તાનીમાં શાકિબ અલ હસનની બાંગ્લાદેશ સામે તેની એકમાત્ર વોર્મ-અપ મેચ રમવા જઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પાસે ન્યૂયોર્કની પીચોનો સ્ટોક લેવાનો અને તેમના વિનિંગ કોમ્બિનેશનને શોધવાનો મોકો હશે. આ પ્રેક્ટિસ મેચમાં ટીમના તમામ ખેલાડીઓ ભાગ લઈ શકશે. આ મેચમાં તમામની નજર રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા પર રહેશે. આ વોર્મ-અપ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે રમાશે. આ મેચનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર કરવામાં આવશે.
શાકિબે રોહિત શર્માના કર્યા વખાણ: આ મેચ પહેલા બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબે ભારતીય કેપ્ટન રોહિત શર્મા વિશે વાત કરતા કહ્યું હતું કે, 'રોહિત શર્મા એવો ખેલાડી છે જે એકલા હાથે વિરોધીઓ પાસેથી રમત છીનવી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રોહિત શર્માએ જે રીતે ભારતનું નેતૃત્વ કર્યું તે શાનદાર હતું. એક કેપ્ટન તરીકે તેની પાસે જબરદસ્ત રેકોર્ડ છે. તમામ ખેલાડીઓ તેને ટીમના લીડર તરીકે માન આપે છે. તેણે સ્ટાર સ્પોર્ટ્સ સાથે આ બધી વાતો કહી છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે બંને દેશોની ટીમો