નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર આજે 24 એપ્રિલના રોજ 51 વર્ષના થઈ ગયા છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સચિન માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના મહાન ક્રિકેટરોમાંથી એક છે. તેણે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે.આજે અમે તેના કેટલાક ખાસ રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
સચિન તેંડુલકર સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો
- સચિન વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે 200 ટેસ્ટ મેચ રમી છે.
- તેણે 200 ટેસ્ટ મેચોની 329 ઇનિંગ્સમાં 1 સદી અને 68 અડધી સદી સાથે 15921 રન બનાવ્યા છે.
- સચિને ટેસ્ટ ક્રિકેટમાં 6 વખત બેવડી સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 248 અકબંધ રહ્યો છે, જે બાંગ્લાદેશ સામે આવ્યો હતો.
- તેંડુલકરે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 100 સદી ફટકારી છે અને તે આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી છે.
- સચિને 463 ODI મેચોમાં 69 અડધી સદી અને 46 સદીની મદદથી 18426 રન બનાવ્યા છે.
- સચિન એવો ખેલાડી છે, જેણે અત્યાર સુધી સૌથી વધુ વનડે મેચ રમી છે.
- આ સાથે સચિન ODIમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
- તેણે ભારત માટે માત્ર 1 ટી20 મેચ રમી છે, જેમાં તે 2006માં દક્ષિણ આફ્રિકા સામે માત્ર 10 રન જ બનાવી શક્યો હતો.