ગુજરાત

gujarat

ETV Bharat / sports

ડેવિડ મિલરે T20માં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ પરાક્રમ કરનાર દુનિયાનો પહેલો ખેલાડી બન્યો... - DAVID MILLER SCORE 2500 RUNS IN T20

પાકિસ્તાન સામે ડેવિડ મિલરે પોતાની તોફાની ઇનિંગ્સ દરમિયાન એક ખાસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ આજ સુધી કોઈ ખેલાડીના નામે નથી.

ડેવિડ મિલર
ડેવિડ મિલર (AP Photos)

By ETV Bharat Sports Team

Published : Dec 12, 2024, 9:46 AM IST

ડરબન (સાઉથ આફ્રિકા): Pપાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલ પ્રથમ T20 ઈન્ટરનેશનલમાં ડેવિડ મિલરે ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં ડેવિડ મિલરે તોફાની બેટિંગ કરી અને 40 બોલમાં 82 રનની ઈનિંગ રમી, મિલરે 4 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારીને અજાયબી કરી. મિલરે પોતાની તોફાની આર્થિક ઇનિંગ્સ દરમિયાન એક ખાસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

મિલર T-20 ઇન્ટરનેશનલમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરીને 2500 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ કરીને તેણે ઇંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગનને પણ પાછળ છોડી દીધો છે. મોર્ગનમાં T-20 ઇન્ટરનેશનલમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતી વખતે 2425 રન બનાવ્યા. તો હવે મિલર તેને પાછળ છોડીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવામાં સફળ થયો છે.

T20I ફોર્મેટમાં મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે સૌથી વધુ રન:

  1. 2500 - ડેવિડ મિલર
  2. 2425 - ઇઓન મોર્ગન
  3. 2365 - મહમુદુલ્લાહ
  4. 2305 - શોએબ મલિક
  5. 2190 - ગ્લેન મેક્સવેલ

આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર તરીકે મિલરે T-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. મિલરના હવે 509 મેચોની 464 ઇનિંગ્સમાં 10956 રન છે. આ યાદીમાં તેણે પોતાની ટીમના અનુભવી ખેલાડી ફાફ ડુ પ્લેસિસને પાછળ છોડી દીધો છે, જેમના નામે 393 મેચની 373 ઇનિંગ્સમાં 10950 રન છે.

મિલર દક્ષિણ આફ્રિકા તરફથી T20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાનો રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે. અત્યાર સુધી મિલરે 509 મેચોની 464 ઇનિંગ્સમાં 10956 રન બનાવ્યા છે. આ સાથે જ ડેવિડ મિલર T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન બની ગયો છે. મિલરે અત્યાર સુધી 130 મેચની 114 ઇનિંગ્સમાં 2591 રન બનાવ્યા છે.

તે જ સમયે, આ સિદ્ધિ હાંસલ કરીને મિલરે ડી કોકને પાછળ છોડી દીધો છે. ડી કોકે 92 મેચની 91 ઇનિંગ્સમાં 2584 રન બનાવ્યા છે. જો મેચની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 11 રને હરાવીને પ્રથમ ટી20 મેચ જીતી લીધી છે. બીજી ટી20 મેચ 13 ડિસમ્બરે વર્નર પાર્ક ખાતે રમાશે.

આ પણ વાંચો:

  1. સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે રચ્યો ઇતિહાસ, એક વર્ષમાં આટલી સદી ફટકારનાર બની પ્રથમ મહિલા ક્રિકેટર
  2. પોલીસ સાથે મેચ રમવા આવેલા ખેલાડીએ પાકિસ્તાનને હરાવ્યું, બન્યો 'મેન ઓફ ધ મેચ'

ABOUT THE AUTHOR

...view details